________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમારને યશોધર મુનીશ્વરે કહ્યું : “મહાનુભાવ, મારા એ જીવનમાં બે મોટી ભૂલો થઈ. લોટના કુકડાનો વધ કર્યો અને કૂકડાના લોટને, માંસની કલ્પના કરીને ખાધો. ન કરી શક્યો પ્રાયશ્ચિત, ન કરી શક્યો આત્માનું વિશુદ્ધિકરણ. કમોતે મરીને પક્ષીની યોનિમાં જન્મ્યો.”
કુમાર, હિમાવાન પર્વતની દક્ષિણ દિશાને લાગીને રહેલા શિલિંધ્ર પર્વત પર મોરરૂપે મારો જન્મ થયો. હજુ હું નાનો જ હતો, ત્યાં એક દિવસ યુવાન શિકારીએ મારી માતાનો શિકાર કરી મારી નાખી અને મને જીવતો પકડી લીધો. હજુ મને પાંખો પણ આવી ન હતી.
એ શિકારી અને અનન્દાવાટક' નામના ગામમાં લઈ ગયો. ત્યાંના કોટવાલને મારી ભેટ આપી દીધી. હું કોટવાલના ઘરના આંગણામાં એક ખૂણામાં પડ્યો રહેતો. શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સહતો રહ્યો. વર્ષાકાળમાં ભીંજાતો રહેતો.
ક્યારેક પાસેના વટવૃક્ષની નીચે જઈને.. થડની પાસે ઊભો રહેતો. કોટવાલ મને કંઈ ખાવા નહોતો આપતો. ભૂખની અસહ્ય વેદનાથી પીડાવા લાગ્યો. પછી હું જમીન પર કીડાઓ શોધતો ને કીડાઓ ખાતો. મને મારો ખોરાક મળી ગયો. મારું શરીર વધવા લાગ્યું. પુષ્ટ થવા લાગ્યું. ખૂબ જ રમણીય પીંછાંઓ મને આવવા લાગ્યાં. જાણે કે પીંછાં પર રંગબેરંગી રત્નો અને મણિ ના જડેલાં હોય! મારા શરીરને પણ આકાશી-ગુલાબી અને સ્વર્ગીય રંગો પૂરબહારમાં ખીલ્યા હતા.
હું રોજ કોટવાલના આંગણામાં થનગન થનગન નાચતો હતો. કોટવાલે મને નૃત્યકળા શીખવવા માંડી. પછી હું તો વિવિધ પ્રકારનાં નૃત્ય કરવા લાગ્યો. ગામના યુવાનો, યુવતીઓ.. બાળકો. મારું નૃત્ય જોવા ભેગા થઈ જતાં. નૃત્યરસિકો બહારગામથી પણ આવવા લાગ્યા. મારું નૃત્ય જોઈને રાજી થતા અને પૈસા ફેંકતા. બધા પૈસા કોટવાલ લઈ લેતો... કેટલાક મહિનાઓ સુધી આ ક્રમ ચાલતો રહ્યો.
એક દિવસ વિશાલાથી આવેલા પરદેશીએ મારું નૃત્ય જોયા પછી કોટવાલને કહ્યું : “જો તમે આ મોર, વિશાલાના અધિપતિ બાળરાજા ગુણધરને ભેટ આપો, તો રાજા તમને અઢળક સોનામહોરો ભેટ આપશે.” કોટવાલને પરદેશીની સલાહ ગમી ગઈ. તે મને વિશાલાનગરી લઈ ગયો... રાજસભામાં રાજા ગુણધરની આગળ મારા નૃત્યપ્રયોગો કરાવ્યા. રાજા ગુણધર પ્રસન્ન થઈ ગયો. તેણે કોટવાલને સો સોનામહોર આપીને મને ખરીદી લીધો. પાછો હું મારા જ રાજમહેલમાં પહોંચી ગયો! રૂપ બદલાયું... મનુષ્યના બદલે પક્ષીનું!”
વિષપ્રયોગથી મારું મૃત્યુ થઈ ગયા પછી રાજમહેલમાં કરુણ આક્રંદ, રોષભર્યો કોલાહલ.. અને રાજકીય ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. મારી માતા યશોધરાને ખબર પડતાં. એ બેબાકળી બનીને મારા વાસગૃહમાં દોડી આવી. એ આવી, એ પહેલાં તો મારું મોત થઈ ચૂક્યું હતું. માતા મને વળગી પડી. કરુણ કલ્પાંત કરવા ૧૮
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only