________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુભવ્યું નથી. પછી તારી આટલી વિનંતી કેમ ના માનું? એમાંય જ્યારે તું મારી સાથે જ ચારિત્ર લેવાની છે... ભલે, આજે નહીં, આવતી કાલે ચારિત્ર અંગીકાર કરીશું.”
તે ખૂબ હર્ષિત થઈ. તેણે કહ્યું : “આજે આપના માટે હું જ ભોજન બનાવવાની છું અને પાસે બેસીને... છેલ્લું ભોજન હું જ કરાવવાની છું... પછી આ જનમમાં હું ક્યાં આપને ભોજન કરાવવા આવવાની છું? આપ શ્રમણસંઘમાં વિચરશો, હું શ્રમણીસંઘમાં હોઈશ...' તારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરીશ.. બસ?'
0 ૦ ૦ ચતુર નારીએ મારી સાથે એક થાળીમાં ભોજન કર્યું. ભોજન કર્યા પછી, હાથમુખ ધોઈને હું ઊભો થયો. ત્યાં એણે મને પાચન-ચૂર્ણ આપ્યું... જોકે એ મારણ-ચૂર્ણ હતું, પરંતુ હું ક્યાં જાણતો હતો? હું ખાઈ ગયો એ ચૂર્ણ, અને ત્યાંથી હું વાસગૃહમાં ગયો. સિંહાસન પર બેઠો. પરંતુ બેસતાંની સાથે જ
મારાં અંગો ખેંચાવા લાગ્યાં, મારી વાણી હણાઈ ગઈ, જીભ જડ બની ગઈ, હાથ-પગના નખ કાળા પડી ગયા, છે મારું વદન કરમાઈ ગયું, મારી આંખો સ્થિર થઈ ગઈ, મારી છાતીમાં. પેટમાં... પીઠમાં ઘોર વેદના થવા લાગી.. જ મને મૂર્છા આવી ગઈ... ને હું સિંહાસન પર ઊંધા માથે જમીન પર પટકાઈ ગયો. દ્વારપાલની દૃષ્ટિ મારા તરફ હતી. વાસગૃહમાં હું એકલો જ હતો. જેવો હું નીચે પટકાયો... દ્વારપાલ ધસી આવ્યો... એણે મને જમીન પર સીધો સુવાડી દીધો અને પૂછ્યું : હે દેવ, આપને શું થાય છે?' એણે મને પૂછ્યું... પરંતુ હું ઉત્તર ના આપી શક્યો. મારી જીભ જડ થઈ ગઈ હતી. તેણે મારા શરીર પર નજર નાખી- “ઓહો.. આ રાજર્ષિના શરીરમાં તો ઝેર વ્યાપી ગયું છે....” તેણે વાસગૃહની બહાર જઈ બૂમ પાડી.
જલ્દી દોડો, મહારાજ પર વિષપ્રયોગ થયો છે. ઝેર ઉતારનારા વૈદ્યોને બોલાવી લાવો...'
બીજો કોઈ ત્યાં આવે, તે પહેલાં નયનાવલી ત્યાં આવી ગઈ. તે વ્યાકુળ બની ગઈ... ન... કલ્પાંત કરતી તે મારા શરીર પર પડી. મારા ગળે વળગી. અને... એણે મને ગળે ટૂંપો દીધો... મને પારાવાર વેદના થઈ. અને ક્ષણ-બે ક્ષણમાં મારું પ્રાણપંખેરું ઊડી ગયું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only