________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થશે, જ્યારે હું સાધુ બનીશ, અણગાર બનીશ... અને મોક્ષમાર્ગની આરાધના કરીશ. હું ચાહું છું કે મારા પ્રજાજનો પણ આ જ આદર્શ રાખીને જીવન જીવે. હિંસાદિ પાપોનો ત્યાગ કરે. અને દાન-શીલ-તપ વગેરે ધર્મનો આદર કરે.”
રાજસભાનું વિસર્જન થયું. હું મારા ખંડમાં આવ્યો.
હવે મારે મસ્તકે મુંડન કરાવી સાધુવેષ પહેરવાનો હતો. સાધુવેષ મેં તૈયાર જ રાખ્યો હતો. મુંડન કરનાર નાપિત પણ હાજર હતો. ત્યાં નયનાવલીએ ખંડમાં પ્રવેશ કર્યો. ખંડમાં ઊભેલા લોકો બહાર ચાલ્યા ગયા. નયનાવલીએ મને કહ્યું :
સ્વામીનાથ, બસ, આજનો દિવસ પુત્રના રાજ્યમાં રહીએ... કાલે પ્રભાતે આપણે દીક્ષા લઈશું...” - હું નયનાવલીની સામે જોઈ રહ્યો... મને આશ્ચર્ય થતું હતું... “હજુ આ વિષયલંપટ વિશ્વાસઘાતી સ્ત્રી દીક્ષા લેવાની વાત કરતી હતી! મને સ્ત્રીચરિત્રનો ખરેખરો અનુભવ થઈ રહ્યો હતો. શું ખરેખર, રાણી દીક્ષા લેશે? જેના હૃદયમાં વિષયવાસનાનો દાવાનલ સળગે છે. જે વ્યભીચારિણી છે. એ ચારિત્રધર્મ સ્વીકારશે? આશ્ચર્ય?
મેં કહ્યું : “દેવી, શું તમે પણ ચારિત્ર લેશો? દીક્ષા લેશો?'
તે બોલી : “મેં આપને અનેકવાર કહ્યું છે... કે હું આપની સાથે જ ચારિત્ર લઈશ.”
મેં કહ્યું: ‘દેવી, સાધુજીવનમાં મહાવ્રતો પાળવાનાં હોય છે. તેમાંય સહુથી વધારે દુષ્કરપાલન બ્રહ્મચર્યવ્રતનું હોય છે...'
તે બોલી : “હું જાણું છું સ્વામીનાથ, આમેય આપ સાધુ બની જશો પછી મારે બ્રહ્મચર્ય પાળવાનું જ છે... અને હું પાળી શકીશ.”
મેં કહ્યું : “કુમાર ગુણધર નાનો છે. એના માટે પણ તમે સંસારમાં રહો, એ ખોટું નથી, અનુચિત નથી....'
તે બોલી : “કુમારને સંભાળનારા રાજમાતા છે જ. એની ધાવમાતા પણ છે. આમેય કુમાર મારી પાસે ક્યાં રહે છે? કાં તો આપની પાસે રહે છે, કાં' રાજમાતા પાસે. મને એના પ્રત્યે કોઈ મમત્વ નથી. એનું મારા પ્રત્યે કોઈ મહત્વ નથી.'
મારા મનમાં આવીને વાત અટકી ગઈ - “તને ભલે પુત્ર કે પતિ ઉપર મમત્વ નથી, પરંતુ પેલા કૂબડા ચોકીદાર ઉપર તો ગાઢ મમત્વ છે!” પણ મારે બોલવું જ ન હતું.
તે બોલી : “સ્વામીનાથ, શું મારી આટલી વિનંતી પણ આપ નહીં માનો?' તેનો સ્વર ગળગળો થઈ ગયો.
મેં કહ્યું : “દેવી, મેં તને જીવનભર પ્રેમ આપ્યો છે. ક્યારેય પણ પ્રણયનો ભંગ નથી કર્યો... મેં તારી એકેએક ઈચ્છા પૂર્ણ કરી છે... ક્યારેય પણ તારા ચિત્તને
ભાગ-૨ ૬ ભવ ચોથો
For Private And Personal Use Only