________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ દેવી, મહાન પતિ ઉપરનો પચાસ ટકા પ્રેમ ઘટી જશે. જ્યારે દેવીને પુત્રની પ્રાપ્તિ થશે!”
એ પચાસ ટકા પૂરા કરી દેશે તમારો એ પુત્ર ‘પણ મારે તો સો વત્તા પચાસ બરાબર દોઢસો ટકા પ્રેમ જોઈતો હતો. એનું શું?” બંને ખડખડાટ હસી પડયાં. તેમના દિવસો આનંદમાં પસાર થવા લાગ્યાં.
બંનેનાં હૃદયમાં શ્રદ્ધા દઢ હતી કે યક્ષરાજની દિવ્ય કૃપાથી આપણો ભાગ્યોદય થશે જ, પુત્રપ્રાપ્તિ થશે જ.' અખૂટ ધીરજ હૃદયમાં ભરીને તેઓ કોઈ જ અજંપા વિના જીવન જીવે જતાં હતાં.
કેટલાક દિવસો પસાર થયા. એક રાત્રિમાં શ્રીદેવીને આલ્હાદ કરનારું સ્વપ્ન આવ્યું :
એક હાથી શ્રીદેવીના મુખમાં પ્રવેશ કરી, ઉદરમાં સ્થિર થયો.. સામાન્ય હાથી નહીં, ઉજ્જવલ વનો, સારી ઊંચાઈવાળો, ગંડસ્થળમાંથી મદ ઝરતો, ભ્રમરોના ગુંજારવવાળો. ચાર દંતશૂળવાળો. સૂંઢ ઊંચી-નીચી કરતો.. સવંગ-સુંદર અને મનગમતો! એવો હાથી જોયો.. શ્રીદેવી જાગી ગઈ. તેણે વૈશ્રમણને સ્વપ્નની વાત કરી. જેવું સ્વપ્ન જોયું હતું, તેવું જ કહી બતાવ્યું. વૈશ્રમણ રોમાંચિત શરીરવાળો થઈ ગયો. હર્ષથી ગદ્ગદ સ્વરે તેણે કહ્યું : “દેવી આપણી માનતા ફળી! તને અસાધારણ પુત્રની પ્રાપ્તિ થશે. કુળનો ઉદ્યોત કરના, કુળની કીર્તિ વિસ્તારનારો.. અને પરોપકાર પરાયણ એવા પુત્રને તું જન્મ આપીશ.”
નાથ, આપે કરેલું સ્વપ્નફળનું કથન યથાર્થ છે.”
શ્રીદેવી એ રાત્રિના એ છેલ્લા પ્રહરની છેલ્લી ઘટિકામાં જે હર્ષ અનુભવ્યો તે જીવનનો સર્વશ્રેષ્ઠ હર્ષ હતો. કારણ કે એના ઉદરમાં ગર્ભરૂપે એક સર્વશ્રેષ્ઠ આત્મા અવતર્યો હતો. “બ્રહ્મ' નામના દેવલોકનો એક દેવ, તેનું આયુષ્ય પૂર્ણ થતાં અવતરિત થયો હતો.
એ જીવ હતો શિખીકુમારનો!
જ્યારથી એ જીવ શ્રીદેવીના પેટે આવ્યો, ત્યારથી શ્રીદેવીની વાણી, વિચારો અને વ્યવહાર.. બધું જ ઉત્તમ થઈ ગયું. સુંદર પરિવર્તન આવ્યું એના જીવનમાં.. એની બધી શુભ.. પ્રશસ્ત અને સુંદર ઈચ્છાઓને વૈશ્રમણ પૂર્ણ કરવા લાગ્યો. શ્રીદેવીએ દીન-અનાથ અને દુઃખી જીવોને ભરપૂર દાન આપવા માંડયું. નગરનાં સર્વ મંદિરોમાં મહોત્સવો કરાવ્યાં.. હાથી પર બેસીને પ્રતિદિન જિનમંદિરે જવા લાગી.. અને આ
ભાગ-૨ # ભવ ચોથો
પ૧0
For Private And Personal Use Only