________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રીતે નવ મહિના પૂરા થઈ ગયા.
તેણે ચન્દ્રના ટુકડા જેવા પુત્રને જન્મ આપ્યો. વૈશ્રમણે આનંદિત થઈ મહોત્સવ રચાવ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીન-અનાથોને વિપુલ દાન આપ્યું..
એક મહિનો પૂરો થયો. શ્રીદેવીએ સ્નાન કર્યું. પુત્રને સ્નાન કરાવી, સુંદર વસ્ત્ર પહેરાવ્યાં. લલાટે તિલક કર્યું. ગળામાં મોતીની માળા પહેરાવી.. અને હજારો નગરજનો સાથે ધામધૂમથી યક્ષરાજના મંદિરે પહોંચ્યા.
યક્ષરાજની ભાવપૂર્વક મહાપૂજા કરી. પુત્રને યક્ષરાજનાં ચરણોમાં મૂકી દીધો! અને વૈશ્રમણે પ્રાર્થના કરી :
હે કૃપાવંત યક્ષરાજ! આપનો દિવ્ય પ્રભાવ અમે અનુભવ્યો. અમારી વર્ષોની પુત્રપ્રાપ્તિની ઈચ્છા આપે પૂર્ણ કરી.. ખરેખર, આપે અમને સર્વશ્રેષ્ઠ સુખ આપ્યું.. પૂર્વે કરેલી પ્રતિજ્ઞા મુજબ અમે આ પુત્રનું નામ ‘ધનકુમાર’ રાખીએ છીએ. પ્રજાએ હર્ષની ચિચિયારીઓ કરી - ‘ધનકુમાર ચિરંજીવો!' ના ઘોષ કર્યા. એ દિવસે વૈશ્રમણે નગરના સર્વે નાગરિકોને મિષ્ટમધુર પ્રીતિભોજન આપ્યું. નગરની સ્ત્રીઓએ મંગલગીતો ગાયાં.. ને ઠેર ઠેર નગરમાર્ગો પર નૃત્ય કર્યાં.
આ જ સુશર્મનગરમાં બીજો એક ધનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો, તેનું નામ હતું પૂર્ણભદ્ર. નગરમાં પૂર્ણભદ્રની પ્રતિષ્ઠા હતી. તે વ્યવહારકુશળ મોટો વેપારી હતો. તેનો સ્વભાવ દયાળુ હતો. દીન-અનાથોને દાન પણ આપતો હતો. પૂર્ણભદ્રની પત્નીનું નામ ગોમતી હતું. ગોમતી પતિવ્રતા નારી હતી, પરંતુ એના સ્વભાવમાં રૂક્ષતા હતી, તેની વાણીમાં રૂક્ષતા હતી અને તેનો વ્યવહાર પણ રૂક્ષ હતો. પ્રાજ્ઞ પૂર્ણભદ્ર, તે છતાં ગોમતીને શાન્તિથી સાચવી લેતો હતો..
કાળક્રમે ગોમતી ગર્ભવતી બની.
તેના પેટે જાલિનીનો જીવ આવ્યો! નરકનું આયુષ્ય પૂર્ણ કરીને તેણે સંસારમાં ઘણાં જન્મ-મરણ કર્યા.. ઘણાં દુ:ખો અવશપણે ભોગવ્યાં.. છેવટે સુશર્મનગરમાં જ પુત્રીરૂપે ગોમતીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થઈ.
જ્યા૨થી ગોમતી ગર્ભવતી થઈ, ત્યારથી
♦ એના વિચારોમાં ક્રૂરતા ભળી,
* તેની વાણીમાં કટુતા-કર્કશતા આવી ગઈ.
* તેના વ્યવહારમાં માયા, કપટ અને ઉગ્રતા ભળી ગઈ. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૫૧૧