________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ભલે, હું આવતી કાલે જ રાજ્યોતિષીને પૂછી લઉં છું.'
શ્રીદેવી હર્ષિત થઈ. એની આવી ધારણા ન હતી કે વૈશ્રમણ આમ સરળતાથી એનો યક્ષપૂજાનો પ્રસ્તાવ સ્વીકારી લેશે! વૈશ્રમણની સાથે તે હવેલીમાં ચાલી ગઈ.
0 0 0 “હે યક્ષરાજ, અમારે સર્વ પ્રકારનાં સુખો છે, એક જ દુઃખ છે.
આપ અંતર્યામી છો, જાણો છો અમારું દુઃખ, છતાં કહીએ છીએ : અમને પુત્રની પ્રાપ્તિ થઈ નથી.
પુત્ર વિના ધન-સંપત્તિને શું કરવાની? પુત્ર વિના રાજ સન્માનનું શું પ્રયોજન? પુત્ર વિના વૈષયિક સુખોને શું કરવાનાં? હે ભગવંત, અમે આપના શરણે આવ્યાં છીએ. આપના પ્રભાવથી અમને સંતાનની પ્રાપ્તિ થાઓ.
પુત્રરત્નની પ્રાપ્તિ થતાં અમે આપનો મહામહોત્સવ ઊજવીશું. નગરના સર્વ લોકોને મહામહોત્સવમાં નિમંત્રિત કરીશું.
અને આપનું જ નામ પુત્રને આપીશું. આપ જ પુત્રના દાતા. અને આપ જ પુત્રના રક્ષક બનશો. અમારા પર કૃપા કરો યક્ષરાજ!'
૦ ૦ ૦ શુભ દિવસે વૈશ્રમણ અને શ્રીદેવીએ યક્ષરાજના મંદિરે જઈને, યક્ષરાજની મૂર્તિનું પૂજન કર્યું, ફળ-નૈવેદ્ય સમર્પિત કર્યા અને ભાવપૂર્ણ સ્તુતિ કરી, માનતા માની. તેઓ ઘરે આવ્યાં.
દેવી, હવે ચિત્ત પ્રસન્ન ને?” હસતાં હસતાં વૈશ્રમણે કહ્યું. ‘આપનું ચિત્ત પણ પ્રસન્ન થયું ને?'
હું સદા-સર્વદા પ્રસન્ન જ રહું છું ને! તેં મને ક્યારેય ઉદાસ જોયો છે? બેચેન જોયો છે?”
“આપ મહાન છો સ્વામીનાથી” પ્રફુલ્લિત નયને અને વદને તેણે વૈશ્રમણ સામે જોયું.
શ્રી સમરાદિત્ય મહાકથા
06
For Private And Personal Use Only