________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુનિરાજ નાગદત્તના ઘરે પહોંચ્યા. મૂંગો ઘરનાં આંગણામાં જ બેઠો હતો. મુનિરાજે તેને ઓળખી લીધો. તેમણે કહ્યું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હે કુમાર, ગુરુદેવે મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે કહેવરાવ્યું છે : 'હે તાપસશ્રેષ્ઠી, આ મૌન વ્રત છોડી દે અને ધર્મ અંગીકાર કર. તું મરીને તારા જ
ઘરમાં વરાહ થયો. તારો વધ થયો. મરીને તારા જ ઘરમાં સર્પ થયો. તને મારવામાં આવ્યો અને તું મરીને તારા પુત્રનો પુત્ર થયો છે.’
મૂંગો બોલ્યો. તેણે પૂછ્યું : ‘હે મુનિરાજ, ગુરુદેવ ક્યાં બિરાજે છે?' મુનિરાજે કહ્યું : ‘નગરની બહાર શક્રાવતાર ચૈત્યમાં...’
મૂંગાએ કહ્યું : ‘ચાલો, આપણે ત્યાં જઈએ...'
મૂંગાને આ રીતે બોલતો સાંભળીને પરિવારને પારાવાર આશ્ચર્ય થયું. મુનિરાજે કહેલી એની ભવપરંપરા સાંભળીને સહુનાં મન ઉદ્વેગથી ભરાઈ ગયાં.
મૂંગો સુમંગલ મુનિની સાથે શક્રાવતાર ચૈત્યમાં ગયો છે. ગુરુદેવ મેઘનાદ મુનિને વંદના કરી. મુનિરાજ તેને ‘ધર્મલાભ' નો આશીર્વાદ આપ્યો.
મૂંગાએ પૂછ્યું : ‘ભગવંત, આપે મારો વૃત્તાંત કેવી રીતે જાણ્યો?'
મુનિરાજે કહ્યું : ‘જ્ઞાનબળથી!'
મૂંગો પ્રફુલ્લિત બની બોલ્યો : ‘ભગવંત, આપનું જ્ઞાન અદ્ભુત કહેવાય... આપે મારી ભવપરંપરા બતાવી દીધી...’
૯૪૨
મુનિરાજે જ્ઞાનોપયોગ મૂકીને જાણી લીધું કે ‘આ કુમાર પ્રતિબોધ પામશે...' એટલે મુનિરાજે તેને ધર્મોપદેશ આપ્યો. તે ધર્મને પામ્યો છે... અને એ જ ભૂંગો... કે જેનું મૂળ નામ અશોકદત્ત છે, એ તને પ્રતિબોધ પમાડશે. પણ મહામુશ્કેલીથી તું પ્રતિબોધ પામીશ... એનું નિમિત્ત બનશે તારા બે કુંડલ.'
For Private And Personal Use Only
ભાગ-૨ * ભવ છઠ્ઠો