________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[183
તીર્થકર ભગવંતે દેવના મનનું સમાધાન કર્યું.
ઈશાન દેવલોકના એ દેવે તીર્થંકરને પુનઃ વંદના કરી અને તે કૌશાંબી પહોંચ્યો. નાગદત્તના ઘરમાં તેણે મૂંગાને જોયો. હવે એ મૂંગો નહોતો રહ્યો. સહુની સાથે બોલતો હતો.
દેવે તેને કહ્યું : “હે કુમાર, હું ઈશાન દેવલોકનો દેવ છું. હું પૂર્વમહાવિદેહમાં તીર્થંકર ભગવંત પદ્મનાભ પાસે ગયો હતો. ત્યાં તીર્થંકર ભગવંત પાસેથી જાણવા મળ્યું કે, જ્યારે હું અહીં તમારા લઘુભ્રાતા તરીકે જન્મીશ ત્યારે મને તમારાથી ‘બોધિ' ની પ્રાપ્તિ થવાની છે. માટે હું અહીં આવ્યો છું. હું તમને વિનંતી કરું છું કે તમે મને અવશ્ય પ્રતિબંધ પમાડજો. છ મહિના પછી મારું દેવલોકમાંથી ચ્યવન થશે..'
મૂંગાએ કહ્યું : “હું યથાશક્ય પ્રયત્ન કરીશ.'
દેવે કહ્યું : “મને તમે વૈતાઢ્ય પર્વત ઉપરનું સિદ્ધાયતન શિખર બતાવશો અને આ મારાં રાવર્તસક કુંડલ બતાવશો. એટલે મને જરૂર જાતિસ્મરણ જ્ઞાન થશે. કારણ કે આ બે વસ્તુ મને ખૂબ ગમે છે. એ જોઈશ એટલે મને પૂર્વજન્મ યાદ આવશે માટે હું તમને વૈતાઢય પર્વત પર લઈ જાઉં છું.'
દેવ મૂંગાને લઈ વૈતાઢચ પર્વત પર પહોંચ્યો. મૂંગાને સિદ્ધાયતન શિખર બતાવ્યું અને શિખરના પોલાણમાં બે કુંડલ સારી રીતે મૂકી દીધાં. મૂંગાએ કહ્યું : “હે દેવ! હું કેવી રીતે આ પહાડ પર આવી શકીશ?”
કુમાર, હું તમને આ ચિંતામણિ-રત્ન આપું છું. તમે આ રત્નનું ચિંતન કરી, દિવસમાં ગમે તે એક કાર્ય કરવાની ઈચ્છા કરશો, તો તમારું એ કાર્ય સિદ્ધ થશે. માટે આ રત્નના પ્રભાવથી તમે આ વૈતાઢય પર્વત ઉપર આવી શકશો.'
મૂંગાએ ચિંતામણિ-રત્ન દેવ પાસેથી વિધિપૂર્વક ગ્રહણ કર્યું. દેવે તેને પાછો કૌશાંબીમાં એના ઘરે મૂકી દીધો અને પોતે દેવલોકમાં ચાલ્યો ગયો.
માકંદીનગરીમાં મલયસુંદર ઉદ્યાનમાં, ધરણકુમાર અને દેવનંદી, આચાર્યશ્રી અહંદૂદત્તના મુખે તેમની આત્મકથા સાંભળી રહ્યા છે. આચાર્યદેવે કહ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
93
For Private And Personal Use Only