________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મૂંગાની માતા બંધુમતી ગર્ભવતી બની. પેલો ઈશાન દેવલોકનો દેવ એના પેટે આવ્યો. બંધુમતીને સારી સારી ઈચ્છાઓ થવા લાગી. નાગદત એ ઈચ્છાઓ પૂર્ણ કરવા લાગ્યો.
પરંતુ બંધુમતીને શરદસ્તુમાં આમ્રફળ ખાવાની ઈચ્છા જાગી. શરદઋતુમાં આમ્રફળ ક્યાંથી લાવવું? નાગદત્તે ચારે બાજુ માણસો મોકલીને તપાસ કરાવી, પણ આમ્રફળ ના મળ્યાં. બંધુમતી નિરાશામાં ડૂબી ગઈ. તેનું મુખ કરમાઈ ગયું. તેનું શરીર દૂબળું થવા લાગ્યું. નાગદત્તને ચિંતા થઈ. “જો આની આમ્રફળની એની ઈચ્છા પૂર્ણ નહીં થાય તો એ મરી જશે.”
મૂંગાએ આ વાત જાણી. એ પોતાની માતાને ખૂબ ચાહતો હતો. ‘કોઈ પણ રીતે મારે માતાની ઈચ્છા પૂર્ણ કરી તેને બચાવવી જોઈએ.'
શું કરું?” એ વિચારવા લાગ્યો. વિચાર કરતાં કરતાં તેને દેવે આપેલું ચિંતામણિરત્ન” યાદ આવ્યું. તે આનંદિત થયો. દિવસમાં એક ઈચ્છા તે રત્ન પૂર્ણ કરી શકે છે. હું આમ્રફળની ઈચ્છા કરું.’
તેણે ચિંતામણિ-રત્નની વિધિપૂર્વક પૂજા કરીને આમ્રફળની પ્રાર્થના કરી. તરત જ આમ્રફળનો ઢગલો થઈ ગયો. મૂંગો દોડતો માતા પાસે ગયો. આમ્રફળ જોઈને બંધુમતીનું વદનકમલ ખીલી ઊઠ્યું. તેણે મન ભરીને આમ્રફળ ખાધાં. મૂંગાએ પરિવારમાં દરેકને આમ્રફળ આપ્યાં. નાગદત્તના પરિવારમાં આનંદ આનંદ થઈ ગયો.
નાગદત્તે મૂંગાને પૂછ્યું : “વત્સ, તું આટલાં બધાં આમ્રફળ ક્યાંથી અને કેવી રીતે લઈ આવ્યો?
“તે મને ના પૂછશો. નહીંતર પુનઃ મારે મૌન ધારણ કરી લેવું પડશે.” નાગદત્ત વાત છોડી દીધી. ઘરમાં એણે સહુને કહી દીધું કે કોઈએ આમ્રફળ અંગે નાગદત્તને (મૂંગાને) પૂછવું નહીં.”
૦ ૦ ૦. બંધુમતીએ પુત્રને જન્મ આપ્યો,
બારમા દિવસે નાગદતે સ્નેહીવર્ગને પ્રીતિભોજન આપ્યું અને પુત્રનું નામ “અહંદુદત્ત' પાડવામાં આવ્યું.
જ્યારે અહંદૂદા એક વર્ષનો થયો, નાગદત્ત તેને એક મુનિરાજ પાસે લઈ ગયો. મુનિરાજનાં ચરણોમાં નમન કરાવ્યું... કે અહંદૂદત્ત રોવા લાગ્યો. મુનિને જોઈ ડરવા લાગ્યો.
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only