________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે અહંદુદા દસ વર્ષનો થયો, સમજદાર થયો, વ્યવહારિક શિક્ષણ લેવા માંડ્યો, ત્યારે અશોકદરૂં એને કહ્યું : “ભાઈ અહંતુ, આવ મારી પાસે બેસ. હું તને જિનોક્ત ધર્મની વાતો કરું.'
અદ્દત્ત અશોકદરની પાસે બેસતો. અશોકદર જે બોલતો તે સાંભળતો, પણ એને એ વાતો ગમતી ન હતી. તેના મનમાં એ વાતો ઊતરતી ન હતી. અશોકદરે એના જીવનમાં ધર્મ ઉતારવા માટે ખૂબ સમજાવ્યો, પરંતુ પ્રયત્ન સફળ ના થયો.
એક દિવસ અશોકદત્તે વિચાર કર્યો : “હું આના પૂર્વજન્મની વાત કરું. તો કદાચ એ બોધ પામે અને જીવનમાં ધર્મને ઉતારે.” અશોકદરે તેને તેને પૂર્વજન્મ કહી બતાવ્યો. અહંદુદત્ત હસવા લાગ્યો... તેણે કહ્યું :
‘ભાઈ, આવા પ્રલાપ કરવા છોડી દો. આવી પૂર્વજન્મની વાતો હું નથી માનતો. આ બધી કલ્પિત વાતો છે...' - અશોકદને વિચાર ક્યું : “આ જીવનાં કર્મ ભારે છે. પ્રબળ મિથ્યાત્વનો ઉદય પ્રવર્તે છે. આ નહીં સમજે. આને સમજાવવાનો પ્રયત્ન નિષ્ફળ જ જવાનો છે. માટે હવે મારે મારું આત્મહિત કરી લેવું જોઈએ. કર્મોની પરિણતિ વિચિત્ર હોય છે. આજે મારાં તન-મન નીરોગી છે... હું ચારિત્રધર્મનો પુરુષાર્થ કરી શકે એમ છું. હવે મારે પ્રમાદ ના કરવો જોઈએ.”
તેણે નાગદત્ત અને બંધુમતીને વિનયથી પોતાની ઈચ્છા કહી બતાવી. તે બંને દુઃખી થયાં, પરંતુ અશોકદત્તની પ્રબળ ભાવના જોઈને તેને દીક્ષાની અનુમતિ આપી.
અશોકદરે “મુક્તિરત્ન” નામના શ્રમણ શ્રેષ્ઠની પાસે દીક્ષા અંગીકાર કરી. એક પણ દોષ ના લાગે, મહાવ્રતો ખંડિત ના થાય એવી પૂરી કાળજીથી તેમણે શ્રમણજીવન જીવવા માંડ્યું. તેમનું આયુષ્ય પૂર્ણ થયું. કાળધર્મ પામી તેઓ બ્રહ્મદેવલોકમાં દેવ થયા.
અદ્દત્તને નાગદ ફૌશાંબીના ચાર શ્રેષ્ઠીઓની ચાર સુંદર કન્યાઓ સાથે પરણાવ્યો. ચાર પત્નીઓ સાથે તે સ્વચ્છંદપણે ભોગસુખ ભોગવવા લાગ્યો. માતાપિતા તો વાત્સલ્ય વરસાવતાં જ હતાં. ચાર પત્નીઓ પણ અહંદૂદત્તને સંપૂર્ણ સમર્પિત હતી, તેને ભરપૂર સુખ આપતી હતી. દેવ જેમ દેવીઓના સંગે રંગરાગમાં ડૂબી જાય તેમ અદ્દત પત્નીઓની સાથે રંગરાગમાં ડૂબી ગયો.
બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયેલા અશોકદર દેવે, અવધિજ્ઞાનથી અહંદૂદત્તને જોયો. “અરે, આ તો સંસારનાં સુખોમાં રસલીન બની ગયો છે. એને ધર્મસન્મુખ કરવો સહેલું કામ નથી. કોઈ ઉપાય.... કોઈ યુક્તિ અજમાવવી પડશે. સીધેસીધો ઉપદેશ એ સાંભળશે જ નહીં.' શ્રી સમરાદિત્ય મહાકથા
EGU
For Private And Personal Use Only