________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ દેવ હતો ને! ધારે તેવી ઈન્દ્રજાળ રચી શકતો હતો.
અચાનક જ અહંદુદત્તના દેહમાં રોગ ઉત્પન્ન થઈ ગયો. પેટ ફૂલી ગયું. બે હાથ દોરડી જેવા થઈ ગયા. બે પગે સોજા આવી ગયા. આંખો પર છારી બાઝી ગઈ... જીભ જાડી થઈ ગઈ. શરીરમાં તીવ્ર પીડા થવા લાગી.. નિદ્રા ચાલી ગઈ..
માતા-પિતા અને પત્નીઓ... આખો પરિવાર બેબાકળો બની ગયો. અચાનક એક જ દિવસમાં આવી કરુણ સ્થિતિ સર્જાઈ ગઈ.. પત્નીઓ રુદન કરવા લાગી. માતા પુત્રની પાસે જ બેસી રહી. નાગદત કુશળ વૈદ્યોને તેડી લાવ્યા. અહંદૂદત્ત વૈદ્યોને કહ્યું : “હે વૈદ્યરાજ, ગમે તે ઔષધોપચાર કરી મારી વેદના દૂર કરો.... હું અસહ્ય વેદનાથી પીડાઉ છું...'
વૈદ્યોએ કહ્યું : “હે શ્રેષ્ઠીપુત્ર, અમે અમારા શ્રેષ્ઠ ઉપાયો કરીએ છીએ.” વૈદ્યોએ ઉપાયો શરૂ કર્યા. ઓષધો તૈયાર કરવા માંડ્યાં... અહંદતને ઔષધો ખવડાવવા માંડ્યાં. દિવસ પૂરો થઈ ગયો. પરંતુ વેદના જરાય ઓછી ના થઈ. રાત્રે પણ વૈદ્યોએ પોતાના ઉપાયો ચાલુ જ રાખ્યા. વેદના ઘટવાના બદલે વધતી ગઈ.
અહદત્તે કહ્યું : “હું હવે એક દિવસ પણ જીવી શકીશ નહીં. મારા માટે હવે લાકડાંની ચિતા રચાવો. હું અનિપ્રવેશ કરી પ્રાણત્યાગ કરીશ.” આ સાંભળી, એની ચારે પત્નઓ મૂચ્છિત થઈ, જમીન પર ઢળી પડી. માતા-પિતા રુદન કરવા લાગ્યા... વૈિદ્યો કર્તવ્યમૂઢ બની ગયા.
એ જ વખતે હવેલીની બહાર અવાજ સંભળાયો : નગરજનો સાંભળો, જ હું ગમે તેવી પ્રબળ મસ્તકવેદના દૂર કરી શકું છું. જ બહેરાને સાંભળતો કરી શકું છું. આંખોની ઝાંખપ દૂર કરી શકું છું. ખસ અને ખરજવું મટાડી શકું છું.
પેટના ગમે તેવા દુઃખાવા મટાડી શકું છું. છે. મોટા જલોદર રોગને દૂર કરી શકું છું. જે ગમે તેવા શૂળ રોગને મટાડી શકું છું.”
નાગદત્ત બહાર આવ્યા. તેમણે વૈદ્યને જોયો... ઊંચી પડછંદ કાયા હતી. શ્યામ વર્ણ હતો. લાલ અધોવસ્ત્ર અને પીળું ઉત્તરીય વસ્ત્ર પહેરેલું હતું. કાને સોનાનાં કુંડલ ઝૂલતાં હતાં. ખભા પર ઔષધિઓનો થેલો ઝૂલતો હતો. મુખ પર તેજસ્વિતા હતી.
ભાગ-૨ # ભવ છઠો
Egg
For Private And Personal Use Only