________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્તધ્યાનમાં જ એનું મૃત્યુ થયું. મરીને એ એના જ ઘરમાં ‘વરાહ” પણ ઉત્પન્ન થયો. તેને એ ઘર જોયેલું - અનુભવેલું લાગ્યું. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. “અરે, આ ઘરનો હું જ માલિક હતો!' એને ઘર પર, અને પોતાના પરિવાર પર મમત્વભાવ જાગ્યો.
એવામાં એની જ મૃત્યુતિથિ આવી. એના પુત્ર નાગદત્તે ભોજન-સમારંભ ગોઠવ્યો. ભોજન તૈયાર થઈ ગયું. જમવાનો સમય થઈ ગયો... એ જ વખતે પકાવેલું માંસ બિલાડી લઈ ગઈ. રસોઈ કરનારી સ્ત્રી પાસે બીજું માંસ હતું નહીં... “હું શેઠને માંસ પીરસી શકીશ નહીં. શેઠ મારા પર ગુસ્સે થશે.” આ ભયથી તેણે પેલા વરાહને (નાગદત્તના પિતાને) મારીને, આખો ને આખો પકવી દીધો.
વરાહને મરતી વખતે રૌદ્રધ્યાન આવી ગયું હતું. મરીને એ પોતાના જ ઘરમાં સર્પ થયો. થોડો મોટો થયો. એ જ હવેલી અને એ જ રસોઈ કરનારી સ્ત્રી, એ જ પુત્ર અને એ જ સ્વજનો... આ બધું જોઈને સર્પને “જાતિસ્મરણ” જ્ઞાન થયું. એણે બધું જોયું. “આ સ્ત્રીએ મને મારી નાખ્યો હતો...' એણે જાણ્યું. પરંતુ એને એ સ્ત્રી ઉપર રોષ ના આવ્યો, સર્પ હોવા છતાં એ શાન્ત રહ્યો. પરંતુ રસોઈ કરનારી સ્ત્રીએ એને જોયો... તે ગભરાણી.. તેણે “સાપ... સાપ...” ની બૂમો પાડી. નોકરો શસ્ત્રો લઈ દોડી આવ્યા. સર્પને મારી નાખ્યો.
મરતી વખતે શાંતભાવ રહેવાથી, એ નાગદત્ત, કે જે એનો જ પુત્ર હતો, એની પત્ની બંધુમતીના પેટે આવ્યો. પત્રરૂપે જન્મ્યો. તેનું નામ “અશોકદર' પાડવામાં આવ્યું.
હજુ તો અશોકદત્ત એક વર્ષનો થયો હતો. તેને જાતિસ્મરણ” જ્ઞાન થયું. તેણે બધું જોયું. “અહો, મારો પુત્ર મારો પિતા બન્યો. મારી પુત્રવધૂ મારી માતા બની! હું પુત્રને પિતા કહીને કેવી રીતે બોલાવું? પુત્રવધૂને માતા કહીને કેમ બોલાવું? માટે મારે બોલવું જ નથી. હું મૌન જ રહીશ...એણે બોલવાનું બંધ કર્યું એટલે લોકો તેને મૃગો' કહેવા લાગ્યા.
એમ કરતાં બાર વર્ષ વીતી ગયાં.
એ અરસામાં કૌશાંબીમાં “મેઘનાદ' નામના એક મુનિરાજ પધાર્યા. તેઓને અવધિજ્ઞાન” અને “મન:પર્યવજ્ઞાન” નામનાં બે પ્રત્યક્ષ જ્ઞાન હતાં. તેઓ બીજા મનુષ્યનાં મનના વિચારો જાણી શકતા હતા. તેમણે “મૂંગા'ની વાત સાંભળી. જ્ઞાનોપયોગથી મંગાના મનના વિચાર જાણ્યાં. તેમણે “સુમંગલ' નામના મુનિને, મૂંગાને કહેવાનો સંદેશો આપીને, નાગદત્ત શેઠના ઘરે મોકલ્યા.
શ્રી સમરાદિત્ય મહાકથા
699
For Private And Personal Use Only