________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંધેલું છે.’ તીર્થંકર ભગવંતે એનો પૂર્વભવ કહી સંભળાવ્યો. ‘ભગવંત, આટલો માત્ર ગુરુદ્વેષ કરવાથી એના આવા મોટા વિપાક ભોગવવા
પડશે?'
‘હે દેવાનુપ્રિય, આ ગુરુદ્વેષનું પાપ નાનું નથી. જે માત્ર ઈહલૌકિક ઉપકારી હોય છે, તેમનો પણ વિનય, આદર, ભક્તિ અને બહુમાન વગેરે કરવું જોઈએ, તો પછી જેઓ પારલૌકિક ઉપકાર કરનારા છે, જે ગુરુજનો મિથ્યાત્વનો રોગ દૂર કરે છે, અજ્ઞાનનો અંધકાર મિટાવે છે, જ્ઞાનનો પ્રકાશ આપે છે, સદાચારોમાં સ્થાપિત કરે છે, જન્મ, જરા અને મૃત્યુના સ્વભાવવાળા અને રોગ-શોકથી ભરેલા સંસા૨વાસથી જેઓ છોડાવે છે, શાશ્વત સુખોવાળી મુક્તિને અપાવે છે, તેવા લોકોત્તર ગુરુજનો પર દ્વેષભાવ કરવાથી,
* સમ્યકત્વનો નાશ થાય છે.
* અજ્ઞાનનો અંધકાર ફેલાય છે.
* સદાચારો નાશ પામે છે.
* મિથ્યાત્વમોહનીય કર્મ બાંધે છે.
માટે હે દેવાનુપ્રિય, પ્રમાદનો ત્યાગ કરનારા, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની આરાધના કરનારા, ઈહલૌકિક અને પરલૌકિક વૈષયિક સુખોની તૃષ્ણા વિના મહાપુરુષો જ આ ભવસાગરને તરી જાય છે.’
દેવે વિચાર્યું : ‘ભગવંતે કહ્યું તે યથાર્થ છે. એમાં કોઈ જ ફેરફાર નથી... પરંતુ હું જાણતો નથી કે મેં ઉપાર્જન કરેલી ‘અબોધિ’ નો અંત ક્યારે આવશે? પુનઃ ‘બોધિલાભ' મને ક્યાં અને કેવી રીતે પ્રાપ્ત થશે?'
તીર્થંકર ભગવંતે કહ્યું : ‘તને બીજા ભવમાં બોધિલાભ પ્રાપ્ત થશે.'
‘પ્રભો, કોની પાસેથી?'
‘મૂંગા એવા બીજા નામવાળા તા૨ા ભાઈ પાસેથી.’
‘ભગવંત, એનું પહેલું નામ શું હશે? અને શા કારણથી એનું બીજું નામ ‘મૂંગો’ પડશે?’
‘દેવાનુપ્રિય, એનું પ્રથમ નામ અશોકદત્ત હશે. એનું બીજું ‘મૂંગો' નામ વિશેષ કારણથી પડે છે. તને એનો વૃત્તાંત કહું છું.
જો કૌશાંબીમાં તારો જન્મ થવાનો છે, તે નગરીમાં ‘તાપસ’ નામનો એક શેઠ હતો. તે દાન આપતો હતો, પરોપકાર પણ કરતો હતો... છતાં પ્રમાદી હતો. અઢળક સંપત્તિ હોવા છતાં એને સંતોષ ન હતો. હમેશાં એ આર્તધ્યાન કરતો રહેતો.
690
ભાગ-૨ * ભવ છઠ્ઠો
For Private And Personal Use Only