________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવલોકમાં તેને અપરંપાર વૈષયિક સુખોની પ્રાપ્તિ થઈ. તે નિર્ભય અને નિશ્ચિત બની, વૈષયિક સુખો ભોગવવા લાગ્યો. વર્ષો વીતવા લાગ્યાં. લાખો વર્ષ વીતી ગયાં. દેવલોકનું જીવન સદેવ યૌવનકાળનું હતું! ત્યાં નથી હોતી બાલ્યાવસ્થા કે નથી હોતી વૃદ્ધાવસ્યા.
અનેક અપ્સરાઓની સાથે, એક દિવસ એ પોતાના આવાસમાં બેઠો હતો. વાર્તાવિનોદ ચાલતો હતો... ત્યાં અચાનક છે કલ્પવૃક્ષ કંપવા લાગ્યું. ગળામાં રહેલી પુષ્પમાળાઓ કરમાવા લાગી. વસ્ત્રો લાલ થઈ ગયાં. મુખ પર વિષાદ છવાઈ ગયો. જ ઉત્સાહ ઉમંગ ઓસરી ગયાં. ક શરીર ધ્રુજવા લાગ્યું. * દૃષ્ટિ ભમવા લાગી.. છે ઉદાસી... ગમગીની.. નિરાશાથી મન ભરાઈ ગયું...
તે દેવને ચિંતા થઈ આવી : ‘અચાનક આ બધું પરિવર્તન શાથી થઈ આવ્યું?' શું દેવલોકનું મારું આયુષ્ય હવે પૂરું થશે? અહીંથી મારું ચ્યવન થશે? અવશ્ય, આ બધાં ચિહ્નો છે મારા અવનનાં. અહીંથી મારો જન્મ ક્યાં થશે? હું સુલભબોધિ છું કે નહીં? આ બધું મારે જાણવું છે. એ જાણવા માટે હું પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં જાઉં, ત્યાં “પદ્મનાભ' નામના તીર્થંકર ભગવંત છે. એમને પૂછું.'
દેવ પોતાના પરિવાર સાથે, પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચી ગયો. પરમાત્મા પદ્મનાભ તીર્થંકરનાં દર્શન કર્યા. ત્રણ પ્રદક્ષિણા આપી અને વિનયપૂર્વક વંદના કરી ભગવંતને પૂછ્યું :
ભગવંત, દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછી, મારો જન્મ ક્યાં થશે?” મહાનુભાવ, જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં કૌશાંબી નગરીમાં તારો જન્મ થશે.” પ્રભો, હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું?' ‘તું દુર્લભબોધિ છે. તને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ મહામુશ્કેલીથી થશે.' ભગવંત, એનું કારણ?” તેં પૂર્વજન્મમાં ઉપકારી ગુરુ ઉપર દ્વેષ કર્યો હોં. એનાથી તેં ‘મિથ્યાત્વ' કર્મ
શ્રી સમરાદિત્ય મહાકથા
GUG
For Private And Personal Use Only