________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બંને કુમારોએ કહ્યું : ‘હે ભગવંત, અમે કરેલી મુનિ આશાતનાથી અમે ખૂબ શરમીંદા છીએ. અમને અત્યંત પશ્ચાત્તાપ થાય છે... ખરેખર, અમને આ સજા કરીને, અમારા પર મોટો ઉપકાર કર્યો છે... અમારાં માતા-પિતા જો અનુમતિ આપે તો અમે સાધુધર્મ સ્વીકારવા તૈયાર છીએ.’
રાજા-રાણીએ અનુમતિ આપી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરોહિત અને પુરોહિત-પત્નીએ અનુમતિ આપી.
મહામુનિએ રાજા વગેરે સહુને ખંડમાંથી બહાર જવા કહ્યું. ખંડના દરવાજા બંધ કર્યા. પહેલા પુરોહિતપુત્રના સાંધા જોડી દીધા. પછી રાજકુમારનાં શરીરને પૂર્વવત્ કરી દીધું. બંને કુમારોએ ઊભા થઈ ખંડમાં ફરવા માંડ્યું.
ખંડનો દરવાજો ખોલી નાખ્યો. સહુએ બંને કુમારોને પૂર્વવત્ સ્વસ્થ જોયા. બંને કુમારોએ ગુરુદેવને પ્રાર્થના કરી :
અમને ચારિત્રધર્મે આપી, આ ભવસાગરથી તારવાની કૃપા કરો.’
મહામુનિએ એ બંને કુમારોને ચારિત્ર આપ્યું અને ત્યાંથી વિહાર કરી, તગરાનગરીએ પહોંચ્યા. ગુરુદેવને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો.
અશોક મુનિ અને બ્રહ્મદત્ત મુનિ બંને મુનિવરોએ શ્રેષ્ઠ સાધુજીવન જીવવા માંડયું. જ્ઞાન-ધ્યાન અને ત્યાગ-તપના માર્ગે નિરંતર પ્રગતિ કરવા લાગ્યા. મહિનાઓ અને વર્ષો પસાર થવા લાગ્યાં.
એક દિવસ બ્રહ્મદત્ત મુનિના મનમાં વિચારોનો વંટોળ ઊઠ્યો. ‘જિનમતનું સાધુજીવન ઘણું સારું છે... પરંતુ ગુરુદેવે અમને બળાત્કારે આ જીવન નહોતું આપવું જોઈતું. સારી પણ વસ્તુ કોઈને પરાણે આપવી ઉચિત નથી. તેમણે અમારા બંનેનાં શરીરના એકએક સાંધા તોડી નાખ્યાં હતાં. અમે જીવતાં હોવાં છતાં મરેલાં હતાં. જો અમારે સારી રીતે જીવવું હોય તો ગુરુદેવની શરત માને જ છૂટકો હતો. તેમણે ‘આ બે સાધુ બને તો જ સારા કરું.' આવી શરત મૂકી હતી. આ એમની એક પ્રકારની ક્રૂરતા જ હતી.'
૯૫૮
બ્રહ્મદત્ત મુનિના ચિત્તમાં ગુરુદેવ અપરાજિત મુનિ પ્રત્યે દ્વેષ પ્રગટ્યો. ‘મારાથી ગુરુદેવ ઉપર દ્વેષ ના કરાય, મેં દ્વેષ કર્યો તે ભૂલ કરી...' આવો ભાવ આજીવન ના પ્રગટ્યો. ભૂલનો સ્વીકાર ના થાય આત્મસાક્ષીએ, પછી પ્રાયશ્ચિત્તની તો વાત જ ક્યાં રહે છે? મનનું પાપ લઈને, તે મર્યો, જોકે મૃત્યુસમયે સમાધિ રહી, શ્રમણજીવન સારું જીવેલો. તેના પરિણામે તે બીજા ‘ઈશાન’ દેવલોકમાં ઉત્પન્ન થયો.
ભાગ-૨ * ભવ છઠ્ઠો
For Private And Personal Use Only