________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા સમરકેતુ ધ્રુજવા લાગ્યા. તેમણે કહ્યું : “હે પૂજ્ય, મારો ઘોર પ્રમાદ થયો છે. હું ખૂબ લજ્જિત છું. આ અપરાધ મારો જ છે. જો મેં બાળકોને પહેલેથી જ અનુશાસનમાં રાખ્યા હોત તો આ દુર્દશા ના થાત. હું ક્ષમા માગું છું, ગુરુદેવ... આપ મહેલમાં પધારો અને કુમાર પર દયા કરો.. તેમને સાજા કરો.”
હું એમને સાજા નહીં કરું. એનાં કરેલાં પાપોનું ફળ, ભલે એ ભોગવે..” ‘ભગવંત, આપ કરુણાવંત છો... અપરાધી પર પણ દયા કરો છો...” “રાજન, જો સાજા થઈને, તેઓ સાધુધર્મ સ્વીકારે તો જ સાજા કરી શકું...” ‘ગુરુદેવ, મને આપની વાત માન્ય છે, છતાં મારે એ બેને પૂછવું પડશે...” “તો શીઘ પૂછીને, મને કહે..'
પરંતુ ભગવંત, એમને બોલવાની જ શક્તિ ક્યાં છે? એક અક્ષર પણ બોલી શકતા નથી...” “ચાલો, હું આવું છું. તેમને બોલતાં કરી દઉં છું.”
અપરાજિત મુનિની સાથે ચાલતા રાજા અને પુરોહિત મહેલમાં આવ્યા. સમગ્ર રાજમહેલ શોકમાં ડૂબેલો હતો. મંત્રીમંડળ પણ શોકમગ્ન ઊભું હતું. બંને કુમારો યોગીની જેમ સ્થિર પડ્યા હતા. મહામુનિએ, એ બંને થોડું બોલી શકે, એટલા ઠીક કર્યા.
રાજાએ કુમારોને અને રાજપરિવારને કહ્યું: “ખરેખર, આપણાં દુર્ભાગ્યનો કોઈ પાર નથી. આ મહામુનિને તમે ઓળખ્યા નહીં.... આ મારા જ્યેષ્ઠ ભ્રાતા અપરાજિત છે. રાજપાટનો ત્યાગ કરી, તેઓ શ્રમણ બન્યા... પહેલી જ વાર ઉજ્જયિનીમાં પધાર્યા અને મારા જ ઘરમાં, મારા કુમારે તેઓની કદર્થના કરી... શરમથી હું મરી રહ્યો છું. ધરતી જગ્યા આપે તો તેમાં દટાઈ જાઉં... કે અગ્નિમાં પ્રવેશ કરી પ્રાણોનો ત્યાગ કરું...' રાજા રડી પડ્યા. પરિવાર રડવા લાગ્યો. કુમાર શરમીંદા થઈ ગયા.
મુનિરાજે કુમારોને કહ્યું : “અરે કુમારો, તમે આજદિન સુધી જે જે મુનિઓ, શ્રમણો, સાધુઓ તમારા ઘરે આવ્યા, તેમની ભક્તિ કરવાના બદલે તમે એમની ઘોર કદર્થના કરી છે. અત્યારે તમે જે વેદના ભોગવી રહ્યા છો, એ તો તમારા પાપનું મામૂલી ફળ છે.... ખરું ફળ તો નરકમાં ભોગવવું પડશે. હા, જો તમને તમારાં પાપનો પશ્ચાત્તાપ થતો હોય તો એના પ્રાયશ્ચિત્તરૂપે તમે સંયમધર્મ અંગીકાર કરવાનો સંકલ્પ કરો. અને જો તમે સંયમધર્મ સ્વીકારવાના હો તો જ હું તમને સારા કરીશ. અને દીક્ષા આપીને, સંયમધર્મની આરાધનામાં તમને સહાય કરીશ. કહો, તમારો શો વિચાર છે?”
શ્રી સમરાદિત્ય મહાકથા
Eાહ
For Private And Personal Use Only