________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી કોઈ યોજના તમે વિચારી છે ખરી?” સિદ્ધેશ્વરે પૂછયું. ના હજુ સુધી નથી વિચારી, હવે વિચારીએ.”
એ શક્તિશાળી બની જાય એ પૂર્વે વિચારીને, તેનો અમલ કરવો જોઈએ.” ચારે મંત્રીઓ ઊંડા વિચારમાં ડૂબી ગયા. કારણ કે એમને એમની નૈયા ડૂબતી લાગતી હતી. વર્ષોથી તેમણે માર્કદીના રાજ્ય પર કબજો જમાવ્યો હતો. ચારેયે પોતાનાં ઘર ભર્યા હતાં. મહારાજા કાળમેઘને પાછળથી આ લોકોના ષડયંત્રનો ખ્યાલ આવ્યો હતો. એટલે જ તેમણે ધરણને મહામંત્રી બનાવ્યો હતો.
સિદ્ધેશ્વરે કહ્યું : “જુઓ સાંભળો, મેં એક ષડયંત્ર રચેલું જ છે. ખૂબ ગંભીર વાત છે. હવે માત્ર એક મહિનો બાકી છે. આ રાજ્ય પર મારો એક મિત્રરાજા આક્રમણ કરશે. આપણી સેના એનો સામનો નહીં કરી શકે કારણ કે આપણી સેના નાની છે અને એની પાસે પૂરતાં શસ્ત્રો પણ નથી... સેના ઊંઘતી ઝડપાશે. મહારાજા જીવતા પકડાશે. ત્યાર પછી અહીંનું રાજ્ય આપણું થશે.” બોલતાં બોલતાં સિદ્ધેશ્વરના મુખમાં પાણી આવી ગયું....
રુદ્રદત્તે કહ્યું: ‘પછી તમારા એ મિત્રરાજા અહીંનો રાજા બનશે?” “ના, એ આપણને રાજ્ય આપીને જતો રહેશે. આપણે એને એક ક્રોડ સોનામહોરો આપવાની છે. પણ મેં કહ્યું છે કે તમે જ અમારા બે-ચાર શ્રેષ્ઠીઓની હવેલીમાં લૂંટ કરી, ક્રોડ સોનામહોરો લઈ જજો.”
રુદ્રદત્તે પૂછયું : “અહીંના રાજા કોણ બનશે?” બીજું કોણ? હું બનીશ.” સિદ્ધેશ્વરે કહ્યું. ‘અમારે શું કરવાનું?” તમને ત્રણેને મારા મંત્રીઓ બનાવીશ.” મંત્રીઓ તો અત્યારે છીએ જ ને?”
રુદ્રદત્ત, તમે મહામંત્રી બનશો, અને મહેશ્વર તથા સોમિલ મારા અંગત મંત્રીઓ બનશે. અમુક ગામોના તમને ત્રણેને માલિક બનાવીશ. તમારો માન-મોભો મારા જેટલો જ રહેશે. આપણી મિત્રતા આવી જ રહેશે.”
યોજના ઘણી સારી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે યોજના સાંગોપાંગ પાર પડી જાય.” સોમિલે બોલ્યો.
“એટલા માટે ભગવાનનાં ભરોસે બેસીના રહેવાય. આવતી કાલે હું ગુપ્ત રીતે મિત્રરાજાને મળવા જવાનો છું. બધું પાકું કરીને, બે દિવસ પછી પાછો આવીશ.”
જો જરૂર હોય તો હું સાથે આવું...” રુદ્રદત્તે કહ્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only