________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JY13051
‘સિદ્ધેશ્વર, નવા મુખ્યમંત્રીનું વર્ચસ્વ વધતું જાય છે...'
મહેશ્વર, હું જોઈ રહ્યો છું. બોલતો નથી. હજુ એ છોકરો મને છંછેડવા આવ્યો નથી...'
તમને ભલે ના સતાવતો હોય, પણ અમારી કમાણીમાં અવરોધ પેદા કરી જ દીધો છે. મારા અધિકારનાં ૧૦૦ ગામોના મુખીઓને તેણે કહેવરાવી દીધું છે કે જમીનની મહેસૂલના પૈસા તેમણે પોતે જ અહીં આવીને, રાજ્યની તિજોરીમાં જમા કરાવી જવા. એટલે એમાં અમને જે પચાસ ટકા મળતા હતા, તે કમાણી બંધ થઈ ગઈ.
મંત્રી રુદ્રદત્તે કહ્યું: ‘એ જ દશા મારી થઈ છે. મારા અધિકારનાં ૧૦૦ ગામોમાં મને જે કમાણી થઈ રહી હતી, તે બંધ થઈ ગઈ...”
મંત્રી સૌમિલે કહ્યું : 'નગરના મુખ્ય દ્વારે મારા અધિકારનું જે જકાતનાકું છે, ત્યાં પ્રતિદિન હું પ૦-૧૦૦ સોનામહોરો કમાતો હતો... ત્યાં હવે મહામંત્રીએ પોતાના માણસો ગોઠવી દીધા છે. ત્યાંની બધી જ આવક રાજ્યની તિજોરીમાં જમા થાય છે... મને એક પૈસોય મળતો નથી.”
મંત્રી સિદ્ધેશ્વરની હવેલીમાં તેના સાથી મંત્રી મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ ભેગા થયા હતા. આ ચાર મંત્રીઓ જૂના હતા. ધરણે આ ચારને હરાવ્યા ન હતા. ધરણના સાથી વીરેન્દ્ર, આ ચારે મંત્રીઓની પ્રવૃત્તિઓનો ખ્યાલ ધરણને આપી દીધો હતો.
સિદ્ધેશ્વરે કહ્યું : “મને આ બધી વાતોની ચિંતા નથી. આપણે ઘણું ધન કમાઈ લીધું છે... મને ચિંતા છે ધરણના વધતા જતા પ્રભાવની, પ્રજામાં એના ગુણગાન થવા લાગ્યાં છે. એણે કઈ પ્રજાજનને દરિદ્ર રહેવા દીધો નથી. એટલે પ્રજા એના પક્ષે થઈ ગઈ છે. રાજ્યની તિજોરી ભરાવા માંડી છે એટલે મહારાજા એના પક્ષે થઈ ગયા છે. હવે એણે સેના તરફ ધ્યાન આપ્યું છે. ગઈ કાલે જ સેનાપતિ સાથે એણે ગુપ્ત મંત્રણા કરી છે. જો એ સેના અને સેનાપતિને પોતાના પક્ષે કરી લે તો પછી આપણી હકાલપટ્ટી થઈ સમજો. અત્યારે તો એ મારી-તમારી સાથે મીઠો વ્યવહાર રાખે છે. પછી એ જરૂર આપણને કાઢી મૂકશે...'
રુદ્રદત્તે કહ્યું : “એ આપણને કાઢી મૂકે એ પહેલાં, આપણે જ એને કાઢી મૂકીએ તો?'
ભાગ-૨ # ભવ છઠ્ઠો
c૩૦
For Private And Personal Use Only