________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતાજી, મેં પણ એને કહ્યું. પરંતુ એ ઉતાવળથી લગ્ન કરવા નથી ઈચ્છતો.' “શા માટે ?'
પિતાજી આપ જાણો છો કે એ રાજ્યનો મહામંત્રી છે એ અત્યારે રાજકાજમાં વ્યસ્ત છે. મહારાજાએ ઘણી મોટી જવાબદારી
એને સોંપી છે.....' ધરણે કહ્યું : “પિતાજી, આજે મહારાજાએ પણ મને આ લગ્નની વાત કરી...' કઈ વાત?' બંધુદત્ત ચમકી ગયા. ‘હા જી, તેમણે મને લગ્ન કરી લેવા આગ્રહ કર્યો, પરંતુ મેં તેઓને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ જણાવી. બગડેલી રાજ્યવ્યવસ્થા સુધરી જાય, પછી બીજી વાત...'
એ વાત ખરી છે, વત્સ. રાજ્યની વ્યવસ્થા ખૂબ જ બગડી છે. રાજ્યના અધિકારીઓ મહારાજાને ગાંઠતા નથી. પ્રજાને હેરાન કરે છે...”
એટલે, મને થોડા મહિના એ બગડેલી વ્યવસ્થાને સુધારવામાં લાગશે... એ સુધરી જાય, પછી લગ્નની વાત.'
દેવનંદીએ કહ્યું : “પિતાજી, હમણાં એને એનાં ગંભીર કર્તવ્યોનું પાલન કરવા દો.. પછી જરૂર પડશે તો હું એને લગ્ન કરવા રાજી કરી લઈશ.'
બંધુદત્ત રાજી થઈ ગયા. તેમણે દેવનંદીને કહ્યું : “વત્સ, આજે, તું અમારી સાથે જ ભોજન કરજે.. પછી ઘરે જજે.'
બંધુદત્ત ચાલ્યા ગયા. ભોજનને હજુ વાર હતી. બંને મિત્રોએ ઘણી ઘણી વાતો કરી, દેવનંદીની એવી ધારણા હતી કે “ધરણ રાજકાજમાં વ્યસ્ત બની જાય તો લક્ષ્મીને ભૂલી જાય. તેનું ચિત્ત પ્રસન્ન રહે... અને તત્ત્વચિંતનમાં પણ મન પરોવાય.”
શ્રી સમરાદિત્ય મહાકથા
CRG
For Private And Personal Use Only