________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉંમરમાં આપનાથી મોટા છે. એટલે ઈર્ષ્યાથી બળે છે. મારી એમના પર નજર છે જ.’ વીરેન્દ્ર એ રાજ્યાધિકારીઓનાં નામ આપ્યાં. ધરણે યાદ રાખી લીધાં.
0 0 0 દેવનંદીએ ધરણની હવેલીમાં આવીને, ધરણને કહ્યું : ધરણ, માતા-પિતાને તેં વાત કરી? નથી કરી, પરંતુ હવે વાત કરવાનું કારણ મળી ગયું છે.' તેણે મહારાજા સાથે થયેલી વાત કહી. “પિતાજીને પણ હું આ જ કારણ બતાવીશ.' ઉચિત છે કારણ.'
પરંતુ મિત્ર, રાજનીતિ ખરેખર કાવાદાવાથી ભરેલી છે... મારા જેવા સીધા ને સરળ પુરુષનું એમાં કામ નહીં. હું મહારાજાના આગ્રહને ટાળી શક્યો નહીં. મંત્રીપદ સ્વીકારવું પડ્યું. પરંતુ આ થોડા દિવસમાં મને ઘણું જાણવાનું મળ્યું...'
રાજનીતિ સદેવ આવી જ હોય છે. છતાં હવે મંત્રીપદ સ્વીકાર્યું છે, તો એ પદ મુજબ, કર્તવ્યોનું પાલન કરવું જ રહ્યું. કર્તવ્યોથી વિમુખ નહીં થઈ શકાય...'
કર્તવ્યોનું પાલન કરી જ રહ્યો છું. પરંતુ એક દિવસ માટે આ પદથી મુક્ત થવું જ પડશે...'
થજે મુક્ત, પરંતુ અત્યારે તો તારે કટિબદ્ધ થઈને, પ્રજાનાં કષ્ટો દૂર કરવાનાં છે. જોકે તું દીન, અનાથ અને અપંગ મનુષ્યોને ખૂબ દાન આપે છે, પરંતુ બીજી બાજુ રાજ્યના અધિકારીઓ પ્રજાનું શોષણ કરે છે.'
એવા અધિકારીઓનાં નામ મારી પાસે આવી ગયાં છે. હું એમની સાન ઠેકાણે લાવીશ... પ્રજાને દુઃખી નહીં થવા દઉં.'
કુમાર, મારે તને સલાહ નથી આપવી, છતાં મિત્રના સંબંધથી તને કહું છું કે તું સર્વપ્રથમ સેનાને અને સેનાના અધિકારીઓને વશ કરજે. તો તારાં બધાં કાર્યો સફળ થશે.”
અવશ્ય, તારી સલાહ ઉપયોગી છે. અવારનવાર તારે મારું જે ધ્યાન દોરવા જેવું હોય તે દોરવાનું જ. મને ગમશે.”
દેવનંદી જવા માટે ઊભો થતો જ હતો ત્યાં ધરણનાં પિતા બંધુદત્ત ત્યાં આવ્યાં. ઘરણે અને દેવનંદીએ ઊભા થઈ, બંધુદત્તને પ્રણામ કર્યા. બંધુદત્તે દેવનંદીને કહ્યું :
“વત્સ, આ તારા મિત્રને સમજાવ... એ લગ્ન કરી લે... એટલે અમને શાંતિ થાય...' બંધુદતે હસીને કહ્યું :
૯૮
ભાગ-૨ # ભવ છઠ
For Private And Personal Use Only