________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાજી, હવે મને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કોઈ રમણીયતા દેખાતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ-આ બધા પુદ્ગલનાં પરિણામો છે. પુદ્ગલનાં પરિણામોપર્યાયો બધાં જ પરિવર્તનશીલ હોય છે. આજે જે પુદ્ગલપર્યાયો અશુભ હોય, તે કાલે શુભ બની જાય! કયા પર્યાયો પર રાગ કરવો ને કયા પર્યાયો પર લેપ કરવો?
બધાં જ પુદ્ગલદ્રવ્યો આત્માથી જુદાં છે. બધા જ પુદ્ગલપર્યાયો આત્માથી જુદા છે....અનાદિકાળથી એ પરદ્રવ્યો અને પરપર્યાયો ઉપર રાગ-દ્વેષ કરીને આત્મા સંસારમાં ભટકતો રહ્યો છે... પિતાજી, હવે એ પરદ્રવ્યોનાં સુખ-સાધન મારે નથી જોઈતાં. હવે તો મારે મારા આત્માનું સુખ મેળવવું છે, આત્માનો સ્વાધીન આનંદ મેળવવો છે. પારમાર્થિક સુખ અને આનંદ મેળવવા માટે “ચારિત્રધર્મ'ની આરાધના કરવી છે. ચારિત્રધર્મની પાસના કરવાથી જ પારમાર્થિક સુખ અને આનંદ પ્રાપ્ત થઈ શકે છે... માટે પિતાજી! માતાજી! આપના આ વૈરાગી પુત્રને ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ આપો...”
શ્રેષ્ઠી વૈશ્રમણની આંખો આંસુથી ભરાઈ આવી. તેમનો સ્વર ગગદ થઇ ગયો.. તેમણે કુમારને કહ્યું :
વત્સ, કેવી તારી સમ્યગ્સમજણ છે! કેવી તારી દૃઢ વિરક્તિ છે! તેં તારા યૌવન ઉપર પરિણતિજ્ઞાનનું કવચ ચઢાવી દીધું છે. તેને કામદેવ કંઈ ના કરી શકે. તારા ચિત્તમાં ક્યારેય વિષયનાં આકર્ષણ ના જાગી શકે. પુત્ર, તે તો અમારા પર પણ કેવો મહાન ઉપકાર કર્યો? અમારી મોહમાયાને દૂર કરી.. અમને પણ ચારિત્રધર્મ સ્વીકારવા ઉત્સાહિત કર્યા. હવે ગૃહવાસથી સર્યું. આપણે સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશું.
આઠ દિવસનો ભવ્ય મહોત્સવ રચાવીએ. છે દીન-અનાથ અને દુ:ખી જીવોને મહાદાન આપીએ. આ સ્નેહી-સ્વજન અને મિત્રોને વિશેષરૂપે સત્કારીએ.
આ નગરમાં ઘોષણા કરાવીએ કે જે કોઈ સ્ત્રી-પુરુષને અમારી સાથે ચારિત્રધર્મ સ્વીકારવો હોય, તે સ્વીકારી શકે છે, એમને પાછળના પરિવારની આર્થિક ચિંતા હોય તો વૈશ્રમણ એ ચિંતા દૂર કરશે.” નગરમાં ઘોષણા થઈ. પ્રજાને આશ્ચર્ય થયું...
બ્રેરભંડારી જેવા વૈશ્રમણ શ્રેષ્ઠી દીક્ષા લે! રંભા-ઉર્વશી જેવી શ્રીદેવી લે છે! કામદેવને શરમાવે એવો ધનકુમાર ધક્ષા લે છે. આપણે પણ ગૃહવાસ ત્યજી ધક્ષા લઈએ!'
નગરના અનેક શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીપત્નીઓ અને કુમારોની સાથે ધનકુમારે, વૈશ્રમણે અને શ્રીદેવીએ, ગુરુદેવ યશોધર મુનીશ્વરનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યા, ચારિત્રધર્મ અંગીકાર કર્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
ઉપc
For Private And Personal Use Only