________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા ઘી-દૂધ વગેરેનું ભરપૂર સેવન કરે છે.
અવિવેક, મનુષ્યને વૃદ્ધાવસ્થામાં પણ “મારું આયુષ્ય હવે પૂર્ણ થવા આવ્યું છે.' એમ વિચારવા દેતો નથી. “હું મરીને કઈ ગતિમાં જઈશ? મને કયો ભવ મળશે?' આવો પારલૌકિક વિચાર કરવા દેતો નથી. વૈષયિક સુખોના ઉપભોગથી તેઓ પોતાની જાતને કલેશ પહોંચાડે છે. આત્માને વિડંબે છે. અને સજ્જનોની દષ્ટિમાં હીન બની જાય છે.
પિતાજી, ભલે વય યૌવનની હોય, પરંતુ જો વિવેક જાગી ગયો હોય તો શ્રુતજ્ઞાનના અભ્યાસથી તે પરલોકને ઉજાળનારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. તેનો વિવેક તેને –
જીવનને વીજળીના ઝબકારા જેવું ચંચળ સમજાવે છે. જ વૈષયિક સુખોને તાલપુટ ઝેર જેવાં ભયંકર સમજાવે છે. જ પ્રમાદભરી પ્રવૃત્તિઓનાં દારુણ પરિણામ સમજાવે છે, જ વૈભવ-સંપત્તિને સંધ્યાના રંગો જેવી ક્ષણિક સમજાવે છે.
ભલે યુવાવસ્થા હોય, પરંતુ વિવેક એને “ચારિત્રધર્મ'ને જ સારભૂત સમજાવે છે. સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજાવે છે... વિવેકસંપન્ન યુવાન, સરળતાથી ને સહજતાથી પોતાની ઇન્દ્રિયોનું દમન અને શમન કરી શકે છે. વિવેક યુવાનને સમજાવે છે : “જો તું અહીં સ્વેચ્છાએ ઇન્દ્રિયોનું દમન અને શમન નહીં કરે તો દુર્ગતિમાં તારે પરાધીનપણે, અનિચ્છાએ પણ ઇન્દ્રિયોનું દમન કરવું પડશે. માટે આ મનુષ્યજીવનમાં ઇન્દ્રિયોનું શમન કર. તેથી તને પ્રશમસુખની પ્રાપ્તિ થશે.. તું આંતર આનંદ પામીશ... અને ઉત્તરોત્તર જન્મોમાં તારું પ્રશમસુખ વૃદ્ધિ પામશે... છેવટે તું પરમ સુખમય મોક્ષ પામીશ.'
આવી વિવેકપૂર્ણ સમજણવાળો મનુષ્ય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ઇન્દ્રિયોનું દમન-શમન કરે જ.
પિતાજી, જે મનુષ્યનું ચિત્ત તીર્થંકરનાં વચનોથી પરિણત બને છે, જેમના પ્રત્યેક વિચારો જિનવચનોથી ભાવિત-પ્રભાવિત બનેલા હોય છે, એમને કામદેવ કંઈ જ કરી શકતો નથી, તે હારી જાય છે.
જે મનુષ્યનું ચિત્ત પ્રશાન્ત બન્યું હોય છે, ઉપશાત્ત બન્યું હોય છે, તેમને કામદેવ વિકારી બનાવી શકતો નથી. પ્રશાન્ત આત્માને અશાન્ત કરનારા વિકારો જરાય ગમતા નથી.
જે સાધુઓ ગુરુકુલને છોડતા નથી, ગુરુચરણોમાં રહી, ગુરુની એકએક આજ્ઞાને શિરોધાર્ય કરે છે. તેઓને કામદેવ જરાય વિચલિત કરી શકતો નથી.
જે સાધુઓ હંમેશાં કામવાસનાનાં નુકસાનોનું ચિંતન કરતા હોય છે, પ્રમાદના કટુ વિપાકોનું પર્યાલોચન કરતા હોય છે, તેમનું કામદેવ કંઈ જ બગાડી શકતો નથી.
ઉપર
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only