________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોંપી, અમે ચારિત્રધર્મ સ્વીકારવા ઇચ્છીએ છીએ. બે-ચાર દિવસમાં તારાં લગ્ન પણ કરી દઈએ છીએ....'
માતાજી-પિતાજી, આપનાં ચિત્તમાં ઉત્તમ મનોરથ પ્રગટ્યો છે! ખરેખર, આ મનુષ્યજીવનમાં ચારિત્રધર્મની જ આરાધના કરી લેવા જેવી છે. એનાથી જ ભવોભવનાં ભ્રમણનો અંત આવી શકે છે, ભવભ્રમણનો અંત આવવાથી દુઃખોનો અંત આવી જાય છે...
પરંતુ, આપે જે બીજી વાત કરી : વૈભવ-સંપત્તિ મને સોંપવાની, એ વાત હું કેવી રીતે સ્વીકારી શકું? આપ મને કહેશો કે આ મણિ, મોતી અને રત્નો, શું જીવને મૃત્યુથી બચાવી શકે એમ છે? શું એનાથી જન્મને રોકી શકાય છે? વૃદ્ધાવસ્થાને રોકી શકાય છે? આ વૈભવ-સંપત્તિથી સંસારના સર્વ દીન-દુઃખી જીવોના મનોરથ પૂર્ણ કરી શકાય છે? અથવા, શું આ વૈભવ જીવની સાથે પરલોકમાં જાય છે ખરા? મારા ઉપકારી પિતાજી, આપ સુજ્ઞ છો, આપ કહો...” વત્સ, તેં કહી એમાંની એક વાત ધન-સંપત્તિથી થઈ શકે એમ નથી...” તો પિતાજી, આપની સાથે જ ચારિત્રધર્મ સ્વીકારવાની મને અનુમતિ આપો..' વૈશ્રમણે કહ્યું : “વત્સ, હું અનુમતિ આપીશ, તારા હૃદયને મારે કે તારી માતાએ દુભાવવું નથી. પરંતુ પુત્ર, તારો હજુ યવનકાળ છે. ર્યાવન એટલે મોહનો એવો પ્રગાઢ અંધકાર છે કે એને હજારો સૂર્યનો પ્રકાશ પણ ભેદી શકતો નથી. યૌવનકાળમાં ઇન્દ્રિયો અદમ્ય બની જતી હોય છે. ઇન્દ્રિયના ઉન્માદનું અનુશાસન થઈ શકતું નથી. પ્રિય વિષયોના તીવ્ર આકર્ષણથી ઇન્દ્રિયો વિષયો તરફ ધસી જતી હોય છે. પુત્ર, આ યૌવનકાળમાં ચારિત્રધર્મનું પાલન ઘણું-ઘણું દુષ્કર છે. માટે વત્સ, યૌવનકાળ પૂર્ણ થઈ જાય, ઇન્દ્રિયો શાન્ત થઈ જાય, વિષયોનાં આકર્ષણ રહે નહીં, ત્યારે તું ચારિત્રધર્મ સ્વીકારજે. જેથી તું એનું સુંદર પાલન કરી, આલોક-પરલોકને સફળ કરી શકે.
વૈશ્રમણે ખૂબ વાત્સલ્યથી ધનકુમારને પોતાની વાત સમજાવી. ધનકુમારે શાન્ત ચિત્તે પિતાની વાત સાંભળીને કહ્યું :
પિતાજી, આપની વાત સાચી છે. યૌવનનો કાળ ઇન્દ્રિયોના અશ્વોનો થનગનાટનો કાળ છે. પરંતુ પિતાજી, યૌવનનો અર્થ અવિવેક છે! અવિવેકનો પર્યાય છે યૌવન! પારમાર્થિક દૃષ્ટિએ વિચારતાં નથી કોઈ યુવાન કે નથી કોઈ વૃદ્ધ.
વયથી વૃદ્ધ હોવા છતાં, અવિવેકના કારણે તેની વિષયવાસનાઓ શાન્ત થતી નથી... વૃદ્ધાવસ્થામાં પણ નિદાપાત્ર બને છે. ધોળા થયેલા વાળને કલપ લગાડી કાળા કરે છે! યૌવન બતાવવા માટે કૃત્રિમ ઉપાયો કરે છે. અંગોપાંગ મજબૂત બતાવવા માટે રસાયણોનું સેવન કરે છે, સુવર્ણ ભસ્મ વગેરે માત્રાઓનું સેવન કરે છે. પોતાની જેટલી ઉંમર હોય, એનાથી નાની ઉંમર બતાવે છે. ઇન્દ્રિયોને ઉત્તેજિત શ્રી સમરાદિત્ય મહાકથા
પ૭
For Private And Personal Use Only