________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લહેરોમાં ઘસઘસાટ ઊંઘતા હતા. બીજી બાજુ દાસી પણ નિદ્રાધીન હતી. તે મંદિરનાં પગથિયાં ઊતરી ગઈ. સીધી મુનિરાજ પાસે પહોંચી. મુનિરાજ ઊભા હતા. ધ્યાનમાં લીન હતા. “આજે મારી ઇચ્છા જરૂર પૂર્ણ થશે.” મનમાં બબડતી તે ઝડપથી જ્યાં લાકડાંનો ઢગલો પડ્યો હતો ત્યાં ગઈ. લાકડાંનો ઢગલો અને મુનિરાજની વચ્ચે લગભગ સો પગલાંનું અંતર હશે. વચ્ચે એક ખાડો પણ આવતો હતો. ધનશ્રીએ લાકડાંના ઢગલામાંથી બે-બે લાકડાં લાવીને મુનિરાજની આસપાસ ગોઠવવા માંડ્યાં. લગભગ પંદર-વીશ ફેરા ફર્યા પછી એ થાકી ગઈ. છતાં હિંમત કરીને તે લાકડાં લેવા ગઈ. બે હાથમાં બે-બે લાકડાં ઉપાડીને તે ચાલી...પણ ખાડામાં તે ગબડી પડી. લાકડાં હાથમાંથી છૂટી ગયાં... તેના બે હાથ છોલાયા. સાથળ ઉપર ઉઝરડા પાડ્યા.. થોડું વાગ્યું પણ ખરું પરંતુ તે તરત ઊભી થઈ ગઈ.. જેવી એ ઉપર ચઢવા જાય છે, ત્યાં એક સર્પને ફૂંફાડા મારતો જોયો, ધનશ્રી ગભરાઈ ગઈ... પણ બીજી જ ક્ષણે તે ઝનૂની બની ગઈ. હાથમાંથી પડી ગયેલાં લાકડામાંથી એક લાકડું બાજુમાં જ પડેલું જોયું. તેણે લાકડું ઉપાડ્યું.. ને સાપના ઉપર જોરથી ઘા કરી દીધો... સાપ તરફડવા લાગ્યો... ઘનશ્રી ખાડામાંથી બહાર નીકળી ગઈ.. ફરીથી લાકડાં લઈને, તેણે મુનિરાજની આસપાસ ગોઠવ્યાં... તે પછી તેણે ઉદ્યાનમાં વેરાયેલાં સૂકાં પાંદડાં લાવીને લાકડાંઓ ઉપર નાંખ્યાં. ત્યાર બાદ વાડમાંથી સુકાયેલાં ઝાડ-ઝાંખર લાવીને નાખ્યાં. તેણે લાકડાના ઢગલાનું એક પણ લાકડું રહેવા ના દીધું. બધાં જ લાકડાં તેણે મુનિરાજની ચારે બાજુ ગોઠવી દીધા.
પછી તે દેવીના મંદિરમાં ગઈ. દેવીની પૂજા માટેની સામગ્રીમાં એ સારા પ્રમાણમાં ઘી લાવી હતી. રાતભર દીવો સળગતો રહે, એટલું ઘી પૂરીને, બાકીનું ઘી તેણે બરણીમાં રહેવા દીધું હતું. તેણે એ બરણી ઉઠાવી, દેવીની પાસેનો સળગતો દીપક ઉઠાવ્યો, અને તે ઝડપથી મુનિરાજ પાસે પહોંચી. તેણે લાકડાના એક બાજુના ભાગ ઉપર ઘી નાખ્યું. ત્યાં પાંદડાં અને ઘાસ પણ નાખેલું હતું.. પછી દીવાથી એણો આગ લગાડી, ઘીવાળાં પાંદડાં અને ઘાસ... સળગી ઊઠ્યું. લાકડાં પર પણ ઘી પડેલું હતું. ધીરે ધીરે લાકડાં એ પણ આગ પકડી લીધી. જેટલું ઘી હતું, બધું જ ચારે બાજુ લાકડાં પર નાખી દીધું. અને એક સળગેલું લાકડું ઉપાડી ધનશ્રીએ બીજી ત્રણે બાજુ આગ લગાડવા માંડી.
ત્રીજો પ્રહર પૂરો થયો હતો. ધનશ્રીનો દુષ્ટ ઇરાદો સફળ થયો હતો...
તે થોડે દૂર ઊભી રહી, “જ્યાં સુધી આ મારા વેરીને આગ લપેટી ના લે, ત્યાં સુધી હું અહીં ઊભી રહીશ..'
૦ ૦ ૦. ધન મુનિવરે અગ્નિની ગરમીનો અનુભવ કર્યો. તેમણે આંખો ખોલી... ચારે શ્રી સમરાદિત્ય મહાકથા
993
For Private And Personal Use Only