________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે મંદિરમાં જઈ, દેવીની પૂજા કરી. તે પછી સેવકોને અને દાસીને ભોજન કરાવ્યું. અને પોતે મંદિરની બહાર એક વૃક્ષની નીચે જઈને બેઠી.
સૂર્યાસ્ત થઈ ગયો હતો. ધનશ્રી મુનિહત્યાનો ઉપાય વિચારી રહી હતી, “આજે રાત્રે જ મારે કામ પતાવી દેવું પડશે. નિર્જન પ્રદેશ છે. ઉદ્યાનમાં ફરવા આવેલા લોકો નગરમાં પાછા જઈ રહ્યા હતા. બે સેવકો મંદિરના દરવાજા પાસે બેઠાં-બેઠાં વાતો કરી રહ્યા હતા. જોકે એની ઇચ્છા સેવકોને સાથે લાવવાની ન હતી, પરંતુ નંદકે આગ્રહ કરીને મોકલ્યા હતા. ધનશ્રીને આ બે સેવકો અને દાસી વિષ્નભૂત લાગ્યાં... છતાં તેણે વિચાર્યું કે “આ ત્રણે જ્યારે ઘસઘસાટ ઊંઘતાં હશે ત્યારે મારું કામ પતાવીશ.”
એ વખતે, એક ખેડૂત ગાડું લઈને મંદિરથી થોડે દૂર આવીને ઊભો રહ્યો. એના ગાડાની ધરી તૂટી ગઈ હતી. ગાડું આગળ ચાલી શકે એમ ન હતું. તે ગાડા પરથી નીચે ઉતર્યો. ગાડામાં લાકડાં ભરેલાં હતાં. તેણે ગાડાની ધરી તપાસી. તેને ઠીક કરવા તેણે મથામણ કરી, પરંતુ ધરી ઠીક ના થઈ. તેણે વિચાર્યું : “ગાડામાંથી બધાં લાકડાં અહીં ઉતારીને ઢગલો કરી દઉં. અહીં ચોરી થવાનો કોઈ ભય નથી.” લાકડાનો ભાર ઓછો થઈ જશે, પછી ગાડું ગામમાં પહોંચી શકશે.’ આમ વિચારીને ખેડૂતે ત્યાં લાકડાં ઉતારીને ઢગલો કર્યો. ખાલી ગાડું લઈને તે ચાલ્યો ગયો.
ધનથી દૂર બેઠી બેઠી આ જોઇ રહી હતી. તેને ઉપાય જડી ગયો... તે રાજી થઈ ગઈ... મંદિરમાં આવીને તેણે નોકરોને કહ્યું : “હવે હું સૂઈ જાઉં છું. તમે પણ મંદિરના એક ભાગમાં સૂઈ જજો.' એણે મંદિરનું બારણું અંદરથી બંધ કર્યું. નોકરો મંદિરના બાહ્ય ભાગમાં એક ખૂણામાં જઈને લાંબા થઈ ગયા.
ઘનશ્રીએ રાત્રિનો બીજો પ્રહર પૂરો થયા પછી, પોતાનું કાર્ય કરવાનો નિર્ણય કર્યો. પરંતુ પહેલો પ્રહર પૂરો થયા પછી એ સાચવીને મંદિરની બહાર નીકળી, જોઈ આવી કે મુનિ ઊભા છે કે કેમ? મુનિ એ જ જગ્યાએ ઊભા હતા, ધ્યાનસ્થ હતા. એ મંદિરમાં આવીને, બારણું બંધ કરીને, બેસી ગઈ. આજુબાજુ નીરવ શાંતિ હતી. ક્યારેક ક્યારેક કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાતો હતો. ધનશ્રીના ચિત્તમાં ધનમુનિનું કાસળ કાઢી નાખવાની યોજના ઘડાતી હતી. સાથે સાથે, ધનકુમાર સાથે પસાર કરેલાં જીવનનાં વર્ષોની ઘટનાઓ પણ સાકાર બનતી હતી... પૂર્વજન્મોથી ચાલી આવતી વેરવૃત્તિ પ્રબળ ઉછાળા મારતી હતી... અગ્નિશર્માના ભવમાં નાખેલું વેરનું વિષ-બીજ વૃક્ષ બની ગયું હતું. આ વૃક્ષ હજુ વધુ ને વધુ ફાલવા-ફૂલવાનું હતું. એના ઉપર ફળ બેસી ગયાં હતાં. દરેક જન્મમાં નવા રૂપે એ ફળો આવતાં હતાં.
ધનશ્રીએ સમયનું અનુમાન કર્યું. બીજો પ્રહર પૂરો થવાની તૈયારીમાં હતો, તે ઊભી થઈ. જરાય અવાજ ના થાય, એવી રીતે એણે મંદિરનું દ્વાર ખોલ્યું. તે બહાર નીકળી. પેલા બે નોકરોની પાસે જઇને જોઈ આવી. એ બંને શીતળ પવનની
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only