________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બાજુ આગના ભડકા જોયા... પોતાના જીવનનો અંત નજીકમાં જાણ્યો. થોડે દૂર ઊભેલી મનુષ્યાકૃતિ ઝાંખી ઝાંખી દેખાણી. તેમણે કરુણાભીના હૃદયે વિચાર્યું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કોઇ અજ્ઞાની જીવે આ અકાર્ય કર્યું લાગે છે... કોઈ કારણ વિના... મારા પ્રાણ લેવા તૈયાર થયો છે... બિચારો... મારું નિમિત્ત પામી એ કેવું રૌદ્રધ્યાન કરતો હશે? એણે નરકગતિનું જ આયુષ્યકર્મ બાંધ્યું હશે... મરીને તે જીવ ન૨કમાં જશે? કેવી ઘોરાતિધોર વેદનાઓ ત્યાં સહેવી પડશે? હું નિમિત્ત બન્યો એની દુર્ગાત થવામાં... નિમિત્ત વિના તો કોઈ કાર્ય થતું નથી... મને મારો દેહ બળી જાય, ભસ્મીભૂત થઈ જાય, એનો શોક નથી. કારણ કે આ દેહ પર મારું કોઈ મમત્વ રહ્યું નથી... પરંતુ મોહાધીન બની આ જીવ દુઃખ-સમુદ્રમાં ડૂબી જશે... એનો મને શોક થાય છે. ખરેખર, આ સંસારવાસ જ ભયાનક છે. સંસા૨વાસમાં રહેલા અજ્ઞાનવશ, રાગદ્વેષપરવશ જીવો આવાં અકાર્યો કરીને પોતાના આત્માને પારાવાર દુઃખોની ઊંડી ખાણમાં ધકેલી દે છે...’
આગ વધી રહી હતી. ધનશ્રી મુનિરાજની પાછળના ભાગમાં પહોંચી અને તેણે સળગતાં લાકડાં મુનિરાજ ઉપર નાંખવા માંડ્યાં... મુનિરાજના શરીરને આગે પકડી લીધું... ચામડી બળવા લાગી...
મુનિરાજે અંતિમ આરાધનામાં મનને જોડી દીધું.
* સર્વ જીવોને ખમાવી દીધા.
* એકત્વ ભાવનામાં સ્થિર થઈને
* પરમાત્મ સ્વરૂપના ધ્યાનમાં લીન બન્યા.
વર્ષોથી પરમાત્માના ધ્યાનમાં લીન રહેવાનો ધનમુનિએ અભ્યાસ કર્યો હતો. ‘આત્મા અને શરીર જુદાં છે,' આ ભેદજ્ઞાનથી આત્માને વાસિત કર્યો હતો. ‘હું શાશ્વત આત્મા છું. હું બળતો નથી, શરીર બળે છે. હું મરતો નથી, શરીર મરે છે. હું ગળતો નથી, શરીર ગળે છે. હું છેદાતો નથી, શરીર છેદાય છે. હું ભેદાતો નથી, શરીર ભેદાય છે!' આ ચિંતન તેમણે આત્મસાત્ કરેલું હતું. એટલે તેઓ શારીરિક કષ્ટોને સમતાભાવે સહી શકતા હતા. શારીરિક કષ્ટો આવે ત્યારે તેઓ વિહ્વળ, વ્યગ્ર કે વ્યથિત બનતા ન હતા.
શરીર બળી રહ્યું હતું, છતાં મુનિ નિશ્ચલ બનીને ઊભા હતા. ધનશ્રીએ વિચાર્યું : ‘હજુ આ આગમાં નીચે પડતો નથી... હજુ જીવે છે? હવે મારે જલદી ઘરભેગા થઈ જવું જોઇએ... ચોથો પ્રહર રાત્રિનો ચાલી રહ્યો છે...’
998
તેણે એક સળગતું લાકડું ઉપાડી, મુનિ ઉપર છુટ્ટો ઘા કર્યો... મુનિ આગમાં ઢળી પડ્યા... શુદ્ધ પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં, મહામુનિએ સમાધિમૃત્યુ પ્રાપ્ત કર્યું. તેમનો આત્મા ‘મહાશુક્ર’ નામના દેવલોકમાં દેવ-સ્વરૂપે ઉત્પન્ન થયો.
ભાગ-૨ : ભવ ચોથો
For Private And Personal Use Only