________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનશ્રી હવે ભયભીત બની ગઈ. મને કોઈએ આ કાર્ય કરતાં જોઈ તો નહીં હોય ને?' ભય અને શંકા સાથે ધનશ્રી જલદી-જલદી દેવી મંદિરમાં પ્રવેશી ગઈ. પેલી દાસી મંજરિકા જાગી ગઈ હતી. તેણે ધનશ્રીને પૂછયું : “હે સ્વામીની, હજુ તો રાત્રિ છે, આપ ક્યાં ગયાં હતાં?'
દાસીનો પ્રશ્ન સાંભળી ઘનશ્રીને મનમાં ગુસ્સો આવી ગયો, પરંતુ મુખ પર પ્રસન્નતા રાખી, તેણે કહ્યું : “મધ્યરાત્રિની પાછલી સંધ્યાએ દેવી મંદિરને પ્રદક્ષિણા દેવાની હતી. ઘણી પ્રદક્ષિણા દીધી અત્યારે...”
મંજરિકા ચતુર ઘસી હતી. તેણે થોડે દૂર આગ સળગતી જોઈ લીધી. તે કંઈ બોલી નહીં. પછી સૂઈ ગઈ. ધનથી પણ મંદિરમાં દાખલ થઇ સુઇ ગઇ. ઊંઘ તો શાની આવે? આંખો બંધ કરીને પડી રહી. ‘હવે ક્યારેય મારે મારા એ શત્રુનું મોં જોવું નહીં પડે કે હવે એ મારી ગુપ્ત વાત કોઈને કરી નહીં શકે!” તુચ્છ વિચારો કરતી રહી પ્રભાત સુધી.
પ્રભાત થયું. ધનશ્રીએ દેવીની પૂજા કરી. બે નોકરોને બે-બે સોનામહોર ભેટ આપી. દાસી મંજરિકાને સ્વર્ણમુદ્રિકા ભેટ આપી.
ત્યાં મંદિરના પૂજારી આવી ચડ્યો. તેને પણ ધનશ્રીએ બે સોનામહોર ભેટ આપી. પૂજારી રાજી થઈ ગયો.
નોકરો અને દાસી સાથે ધનશ્રી ઘરે જવા નીકળી. માર્ગ એ જ હતો. ઘર તરફ જવાનો, કે જ્યાં મુનિરાજની ચિતા સળગતી હતી. ધનશ્રીએ બીજા માર્ગની તપાસ કરી હતી. રાત્રે જ, પરંતુ બીજો કોઈ માર્ગ ન હતો. એટલે જ્યારે સળગતી ચિતા નજીક આવી, ત્યારે ઘનશ્રી જલદી ચાલવા લાગી, પરંતુ દાસી અને નોકરી ઊભાં રહી ગયાં... સળગી ગયેલો મુનિનો દેહ દેખાતો હતો. સેવકો ગભરાઈ ગયા, તેમણે પૂછુયું : “અરે, જુઓ તો.. કોઈ દુષ્ટ મુનિને જીવતા સળગાવી દીધા છે... કોણે કર્યું હશે આ દુષ્કૃત્ય?”
ધનશ્રી ચાલતી ઊભી રહી ગઈ. તે બોલી : “હું કંઈ જાણતી નથી. આપણને શી ખબર પડે? આપણે તો મંદિરમાં સુઈ ગયા હતા...'
દાસી બોલી : “સ્વામિની, આપ તો મધ્યરાત્રિની પાછલી ઘટિકામાં મંદિરને પ્રદક્ષિણા દેતાં હતાં ને? આપે જોયું હશે ને આ બાજુ?'
ધનશ્રી ચિડાઈ ગઈ. “હું દેવીનું ધ્યાન કરતી હતી, ચારે બાજુ જોવાનું કામ નહોતી કરતી.” ધનશ્રી ચાલી, દાસીએ વિચાર્યું : “જરૂર કોઈ રહસ્ય છે...'
એક એક જ
શ્રી સમરાદિત્ય મહાકથા
ggu
For Private And Personal Use Only