________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'S Eછે H]
ઘનશ્રી એના ઘરે પહોંચી, લાકડાંના ગાડાવાળો ખેડૂત એનાં લાકડાં લેવા માટે ગાડું લઈને દેવીના મંદિર પાસે પહોંચ્યો. ત્યાં એણે પોતાનાં લાકડાં તો ના જોયાં, પરંતુ એ લાકડાંની ચિતામાં સળગી ગયેલા મુનિના હાડપિંજરને જોયું. તે સ્તબ્ધ બનીને ચિતા સામે ઊભો રહી ગયો. “અરેરે... મારા લાકડાં મુનિના પ્રાણ લેનારાં બની ગયાં. મને શી ખબર કે કોઈ દુષ્ટ મનુષ્ય, લાકડાંની જ રાહ જોઈને બેઠો હશે? આવા મહામુનિને જીવતા સળગાવી દેતાં, એનો જીવ કેમ ચાલ્યો હશે? કેવો એ મહાપાપી જીવ હશે? એના મહાપાપમાં હું નિમિત્ત બની ગયો...” ખેડૂતની આંખો ભીની થઈ ગઈ. તેણે બે હાથ મસ્તકે જોડી... મુનિરાજના રાખ થઈ ગયેલા દેહને નમન કર્યું.
મારે આ દુર્ઘટનાની જાણ તત્કાલ મહારાજને કરવી જોઈએ. જેથી તેઓ તરત જ આ ઋષિહત્યા કરનારની તપાસ કરાવી શકે. એને કડક સજા કરી શકે કે જેથી ભવિષ્યમાં બીજો કોઈ મનુષ્ય આવું ઘોર પાપ કરવાનો વિચાર પણ ના કરી શકે.”
ખેડૂત ત્યાંથી સીધો મહારાજા પાસે રાજમહેલમાં પહોંચ્યો. દ્વારપાલે તેને રોક્યો. ખેડૂતે કહ્યું : “મારે અત્યારે જ મહારાજાને મળવું જરૂરી છે... મને મહારાજા પાસે લઈ જાઓ...” દ્વારપાલ આનાકાની કરતો હતો, ત્યાં મહેલના ગવાક્ષમાં ઊભેલા મહારાજાએ સ્વયં ખેડૂતને જોયો. તેની વાત સાંભળી. ઉપરથી જ તેમણે ખેડૂતને ઉપર આવવા અનુમતિ આપી દીધી.
ખેડૂત મહારાજાને પ્રણામ કરી, બે હાથ જોડી નિવેદન કર્યું :
મહારાજા નગરની બહાર દેવી-મંદિરની પાસે.. ગત રાત્રિમાં એક મહામુનિને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે... ગઈ કાલે સંધ્યા સમયે જ્યારે હું મારું ગાડું લઈને ત્યાંથી પસાર થતો હતો ત્યારે મહામુનિને મેં ધ્યાનમાં લીન બનીને ઊભેલા જોયા હતા. આજે સવારે તેમના બળી ગયેલા દેહને જોયો...'
મારા નગરમાં ઋષિહત્યા થઈ? ઘોર અનર્થ થઈ ગયો... કોણ દુષ્ટ આવું ઘોર પાપ કર્યું હશે? ચાલ ભાઈ, પહેલા હું દેવીના મંદિરે આવું છું.”
મહારાજાએ કોટવાલને બોલાવ્યો. બધી વાત કરી. મહારાજા અશ્વારૂઢ બનીને દેવીના મંદિરે ગયા. કોટવાલ પણ દસ સૈનિકો સાથે દેવના મંદિરે પહોંચ્યો. પેલા ખેડૂતે લાકડાની સળગતી ચિતા બતાવી. રાખ બની ગયેલા મુનિદેહને બતાવ્યો. રાજાની એક આંખમાં આંસુ ભરાઈ આવ્યાં... બીજી આંખમાં ક્રોધના અંગારા સળગી ઊઠ્યાં. તેમણે સેનાપતિને અને કોટવાલને આજ્ઞા કરી : “મહામુનિને જીવતા
ભાગ-૨ # ભવ ચોથો
999
For Private And Personal Use Only