________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સળગાવી દેનાર દુષ્ટ... પાપીને ગમે ત્યાંથી શોધી કાઢો. એને પકડીને મારી પાસે હાજર કરો. કૌશામ્બીમાં આ પહેલી જ વાર પહત્યા થઈ છે. મારું મન દુખ, ભય અને આશંકાથી ઘેરાઈ ગયું છે...'
કોટવાલે કહ્યું : “મહારાજા, અપરાધી કદાચ પાતાળમાં ઘૂસી ગયો હશે... તો ત્યાંથી પણ અમે પકડી લાવીશું. આપ ચિંતા ના કરી... અમને શરમ આવે છે કે અમારી નગરરક્ષા હોવા છતાં... મહામુનિને જીવતા સળગાવી દેવામાં આવ્યા.... અમને કોઈ જાણ ના થઈ...”
મહારાજા રાજમહેલમાં ચાલ્યા ગયા. ખેડૂત પોતાના ઘરે ચાલ્યો ગયો. મુનિહત્યાની વાત કૌશામ્બીમાં પવનવેગે ફેલાઈ ગઈ. લોકોનાં ટોળેટોળાં મુનિની ચિતા જોવા માટે આવવા લાગ્યાં.
કોટવાલે સર્વ પ્રથમ ચિતા પાસે પડેલાં પગલાં જોવા માંડ્યાં. પગલાં એકસરખાં... મંદિર તરફ જતાં હતાં... અને બીજી તરફ જ્યાં લાકડાંનો ઢગલો પડ્યો હતો તે તરફ જતાં હતાં. “એક જ માણસે મંદિર તરફથી આવ-જા કરેલી છે અને પેલી તરફ પણ એક જ વ્યક્તિએ અનેક વાર અવર-જવર કરેલી છે... એટલે એક વાત નક્કી થાય છે કે, હત્યારો આ મંદિરમાં રાત્રે રહેલો હોવો જોઈએ.'
કોટવાલ મંદિરમાં આવ્યો. મંદિરના પૂજારીએ કોટવાલનું સ્વાગત કર્યું. કોટવાલે પૂજારીને પૂછ્યું :
આજે રાત્રે મંદિરમાં કોણ રહ્યું હતું?”
કોઈ ચોર-લૂંટારા ન હતા. સમુદ્રદત્તની પત્ની ધનશ્રી અને સેવકો સાથે અહીં મંદિરમાં રાતવાસો રહી હતી.' કોટવાલે પૂછ્યું : “અહીં નિવાસ કરવાનું પ્રયોજન શું હતું? તે અમને ખબર નથી.” “અષ્ટમી ન હતી, નવમી ન હતી કે ચતુર્દશી પણ ન હતી. હા, એ દિવસોમાં દેવીપૂજા કરવા માટે રહી શકે. પરંતુ એ સિવાયના દિવસોમાં મંદિરમાં રહેવાનું કોઈ પ્રયોજન નથી.
પ્રયાણનું મુહૂર્ત કરવા આવી હોય? પરંતુ ગઈ કાલે સાંજે છેલ્લા પ્રહરમાં ‘વિષ્ટિ” અને વિનિપાત યોગ હતો, દિવસ પણ અંગારક હતો. એટલે પ્રયાણનું મુહૂર્ત પણ સંભવતું નથી... તો પછી એ શા માટે આવી હોય?” કોટવાલ વિચારમાં પડી ગયો.
નગરમાં વાત ફેલાઈ ગઈ કે દેવીના મંદિરમાં સમુદ્રદત્તની પત્ની ઘનશ્રી રાતવાસો રહી હતી... નગરની સ્ત્રીઓએ ધનશ્રીના વિષયમાં ચર્ચા શરૂ કરી દીધી.
એક સ્ત્રી બોલી : “ધનશ્રી શા માટે મુનિને સળગાવે? એને શું લેવાદેવા મુનિ સાથે હોય?’
શ્રી સમરાદિત્ય મહાકથા
999
For Private And Personal Use Only