________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બીજી સ્ત્રી બોલી : ‘કારણ અત્યારે ના જાણી શકાય, પરંતુ મને તો એ ધનશ્રી એવી જ લાગે છે... એને કોઈ સંતાન નથી... કદાચ ‘આ મુનિરાજ મને સંતાન આપશે.’ એવી ઇચ્છાથી ગઈ હોય, મુનિરાજે ના પાડી હોય... ગુસ્સામાં આવીને આ અકાર્ય કરી દીધું હોય... સ્ત્રીચરિત્ર આમેય ગહન હોય છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી સ્ત્રી બોલી : ‘એક વાત તો ખરી... મુનિરાજ ગઈ કાલે મારે ત્યાં પણ ભિક્ષા માટે આવેલા, શું રૂપ હતું મુનિરાજનું? સાક્ષાત્ કામદેવ જોઈ લો! ધનશ્રી મોહિત થઈ ગઈ હોય... મુનિરાજ પાસે ભોગસુખની પ્રાર્થના કરી હોય... મુનિરાજે ના પાડી હોય... ને ક્રોધે ભરાયેલી ધનશ્રીએ આ અકાર્ય કર્યું હોય...’
ચોથી સ્ત્રી બોલી : ‘આમેય એ પતિ-પત્ની પરદેશી છે. પૈસા ખૂબ જ છે... પરંતુ એનું ચરિત્ર સારું નથી બોલાતું...'
પહેલી સ્ત્રીએ કહ્યું : ‘કોટવાલ તપાસ કરે છે. અપરાધીને જરૂર પકડી પાડશે. આવું ઘોર પાપ છૂપું રહી શકતું નથી. મુનિને જીવતા સળગાવી દેવાનું પાપ નાનુંસૂનું પાપ નથી... આવા ઘોર પાપનું ફળ આ જન્મમાં જ મળે છે...'
જે ઓટલા પર બેસીને આ સ્ત્રીઓ ચર્ચા કરતી હતી, ત્યાં તેમને સમાચાર મળ્યા કે કોટવાલ સૈનિકો સાથે ધનશ્રીના ઘેર ગયા છે.
કોટવાલે દેવીમંદિરમાં જઈને મુનિહત્યાના વિષયમાં પૂછપરછ કરી છે, આ સમાચાર સમુદ્રદત્તને પણ મળ્યાં. (કે જે નંદક હતો.) તેણે વિચાર કર્યો : ધનશ્રી દેવીપૂજા માટે રાતવાસો મંદિરમાં રહી હતી, અને ત્યાં બાજુમાં જ મુનિને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે... તેણે દાસી મંજરિકાને ખાનગીમાં મુનિ અંગે પૃચ્છા કરી. મુનિ કેવા હતા? તેમનું નામ શું હતું? વગેરે પૂછ્યું. મંજરિકાએ રૂપનું વર્ણન કર્યું. નામ તે જાણતી ન હતી. પરંતુ ધનશ્રી મુનિને ઓળખી ગઈ હતી અને મને, મુનિરાજ ક્યાં રોકાય છે, તેની તપાસ કરવા મોકલી હતી... વગેરે વાત કરી. સમુદ્રદત્તે વિચાર્યું : ‘શું ધનકુમાર તો ધનમુનિના વેષમાં નહીં આવ્યો હોય? એને જોઈને ધનશ્રી વિફરી ઊઠી હોય... ને તેને મારી નાખવા દેવીના મંદિરમાં જવાની વાત ઉપજાવી કાઢી હોય... જો એ અપરાધી તરીકે પકડાઈ જાય તો મહારાજા મને પણ પકડી લે, મારી બધી જ ધનસંપત્તિ લઈ લે... એના કરતાં હું જ અહીંથી અન્યત્ર પલાયન થઈ જાઉં... ધનશ્રીનું જે થવું હશે તે થશે. એણે કરેલાં પાપનું ફળ એ ભોગવશે... આમેય એ દુષ્ટા તો છે જ. ધનકુમારને. પોતાના પતિને સમુદ્રમાં ધક્કો મારી, એને મારી નાખવાનો પ્રયત્ન કરનારી સ્ત્રી ઉપર વિશ્વાસ ના જ કરાય. આ તો કોઈ પૂર્વજન્મનાં પુણ્ય હશે મારાં, કે એ મને મારીને કોઈ બીજાને વળગી નથી... કોટવાલ ઘરે તપાસ ક૨વા, ધનશ્રીને પૃચ્છા ક૨વા જરૂર આવશે... એ પહેલાં હું ભાગી જાઉં...'
992
કેટલાંક મૂલ્યવાન રત્નો લઈ સમુદ્રદત્ત ઘર અને નગર છોડીને ભાગી ગયો.
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only