________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે કહ્યું : “હું સાચી વાત મહારાજાને જણાવીશ જ...' મેં કહ્યું : “જો તું એમ કરીશ તો હું આત્મહત્યા કરીશ...” વિનયંધર રડી પડ્યો... મને ભેટી પડ્યો.. રોતાં રોતાં એ બોલ્યો : “ક્યાં અવિચારી આજ્ઞા કરનારા મહારાજા... અને ક્યાં આ પુરુષરત્ન! મહારાજાને હવે હું દેવ' કહીને નહીં બોલાવું...”
મેં કહ્યું : “વિનય, પિતાતુલ્ય મહારાજાનો તું દોષ ના જો. એમનો કોઈ દોષ નથી. મારાં જ પાપકર્મો ઉદયમાં આવ્યાં છે.' વિનયંધરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
કુમાર, તો પછી તમે મને હત્યારો બનાવવા ચાહો છો? હત્યા જેવું ઘોર પાપ કરવા માટે તમે પ્રેરિત કરો છો?'
‘વિનય, પાપકર્મ તો મેં કરેલાં છે... તારે તો રાજાની આજ્ઞાનું પાલન કરવાનું છે. હવે મારે જીવવું નથી...'
કુમાર, આવું ના બોલો. તમે તો ધન્ય પુરુષ છો. ગુણવાન છો, સત્ત્વશીલ છો. સર્વ જીવોના માટે કલ્પવૃક્ષ સમાન છો. વધારે શું કહું? તમારી ઇચ્છા મહારાજાને સાચી વાત કહેવાની નથી અને રાણીની રક્ષા કરવી છે, તો મારે શું કરવું? તમે મને એવો ઉપાય બતાવો કે મારે તમારા પ્રાણ ના લેવા પડે અને મહારાજાના મનનું પણ સમાધાન થાય.'
હું વિચારમાં પડી ગયો. “શું કરું? આ વિનયંધર કોઈ કાળે મારો વધ નહીં કરે અને જો એ મારો વધ નહીં કરે તો રાજાની આજ્ઞાનો ભંગ કરનારો બનશે... એક જ ઉપાય મને સૂઝે છે કે હું મિત્ર વસુભૂતિ સાથે દૂર દેશમાં ચાલ્યો જાઉં...' મેં વિનયંધરને આ ઉપાય બતાવ્યો. તે રાજી થયો. તેણે કહ્યું : “એક વહાણ આજે રાત્રે જ સુવર્ણભૂમિ તરફ પ્રયાણ કરવાનું છે. તમે એ વહાણમાં બેસી સુવર્ણભૂમિ ચાલ્યા જાઓ.'
વિનય, તારી યોજના મને ગમી.'
હું એ વહાણના માલિક સમુદ્રદત્તને ભલામણ કરીશ. તમને એ સવર્ણભૂમિ સુધી લઈ જશે. તમે તૈયાર થાઓ, સંધ્યાકાળે હું અહીં આવીશ. તમને સમુદ્રકિનારે પહોંચાડીશ.' વિનયંધર ગયો. હું એ કલ્યાણમિત્રને જોતો રહ્યો.
૦ ૦ ૦. સંધ્યા પડી ગઈ.
વિનયંધરની સાથે હું અને વસુભૂતિ સમુદ્રકિનારે પહોંચ્યા. સુવર્ણભૂમિ જનારું વહાણ તૈયાર ઊભું હતું. વહાણનો માલિક દોડતો વિનયંધર પાસે આવ્યો, પ્રણામ કર્યા. વિનયંધરે એને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only