________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સમુદ્રદત્ત, આ મારા સ્નેહી છે, મિત્રો છે. તેમને તમારે તમારી સાથે સુવર્ણભૂમિ લઈ જવાના છે. માર્ગમાં એમના ભોજન, શયન વગેરેની સંભાળ રાખજો. એમ સમજજો કે એ એટલે હું જ છું...”
હે ઉપકારી રાજપુરુષ, તમારી આજ્ઞા મુજબ, આ બે મહાનુભાવોને હું મારી સાથે સુવર્ણભૂમિ લઈ જઈશ. તેમની બધી જ સંભાળ રાખીશ, તમે નિશ્ચિંત રહેજો. પામે આવીશ ત્યારે તમને બધા સમાચાર પણ આપીશ.'
વિનયંધરે મારા બે હાથ પોતાના હાથમાં લઈને કહ્યું : 'કુમાર, હું તમારો મિત્ર છું, છતાં મેં મિત્રતા નિભાવી નથી. તમે ઉપકારી હોવા છતાં તમને મારા ઘર નથી લઈ ગયો. તમારો સત્કાર નથી કર્યો. કુમાર, ક્યારેક યાદ કરજો. તમે તો મને વારંવાર યાદ આવવાના. મારા અપરાધોની ક્ષમા આપજો...' વિનયંધર રડી પડ્યો. મારા ખભા પર મસ્તક મૂકી... આજંદ કરવા લાગ્યો. મેં કહ્યું :
વિનયંધર, હવે તો તું મારો ઉપકારી બન્યો છે! તે અમારી ઘણી ચિંતા કરી છે. તારી-અમારી મૈત્રી અખંડ રહેશે. જ્યારે હું શ્વેતામ્બીનગરી પાછો ફરીશ ત્યારે અવશ્ય તને બોલાવીશ અને મારી પાસે જ રાખીશ... વિનય, મારા નિમિત્તે તને ઘણું કષ્ટ પડ્યું છે... ક્ષમા કરજે..” મારું હૈયું ભરાઈ આવ્યું. મેં વિનયંધરને મારી છાતીએ લગાડી દીધો.
અમે બંને વહાણમાં ચડ્યા. વિનયંધર અશ્વારૂઢ બની નગરમાં ચાલ્યો ગયો.
સમુદ્રદત્તે મંગળ કરી, વહાણને સમુદ્રમાં તરતું મૂકી દીધું. પવન અનુકૂળ હતો. નાવિકે સઢ ચઢાવી દીધું. અને વહાણે ગતિ પકડી લીધી.
વસુભૂતિ મૌન હતો. કુમારવાસમાંથી અમે નીકળ્યા ત્યારથી એ મૌન હતી. મારી અને વિનયંધરની વાતો તે સાંભળતો રહ્યો, પણ એ એક અક્ષર પણ બોલ્યો નહીં. જોકે કુમારવાસમાં જ્યારે વિનયંધર આવેલો ત્યારે બધા મિત્રોની સાથે વસુભૂતિ પણ બહાર ચાલ્યો ગયો હતો. એટલે, રાણીવાસની દુર્ઘટનાથી તે અજાણ હતો.
વહાણમાં, અમને સમુદ્રદત્તે એક નાનો ઓરડો આપ્યો હતો. તેમાં બે પલંગ હતા. ગાદલાં હતાં. ઓઢવા માટે ગરમ ધાબળા હતા. એક ખૂણામાં મીઠાં પાણીનું માટીનું માટલું હતું અને એની પાસે ધાતુના બે પ્યાલા હતા. રાત્રિભોજન માટે સમુદ્રદત્તે પોતે આવીને આમંત્રણ આપ્યું. અમે બંને ભૂખ્યા જ હતા. સવારે દૂધ લીધું હતું, તે પછી આખો દિવસ અમે બંનેએ ભોજન કર્યું ન હતું. અમે બંને સમુદ્રદત્તની સાથે એના ભોજનગૃહમાં ગયા. હાથ-પગ ધોઈને અમે ભોજન કરવા બેઠા.સમુદ્રદત્તે અમને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. સમુદ્રદત્ત એટલું જાણી ગયો હતો કે હું કોઈ રાજ્યનો રાજકુમાર છું અને વસુભૂતિ મારો મિત્ર છે. વિશેષ જિજ્ઞાસાથી તેણે મને પૂછ્યું : “હે મહારાજકુમાર આપ ક્યા રાજ્યના રાજકુમાર છો?
ભાગ-૨ ભવ પાંચમો
હીર
For Private And Personal Use Only