________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણે માકેદીનગરીના બાહ્ય પ્રદેશમાં, સાથે સાથેનો પડાવ નાખ્યો. રાજપુરુષોએ મહારાજા કાળમેઘને સમાચાર આપ્યા : “મહારાજા, નગરશ્રેષ્ઠી બંધુદત્તના પુત્ર ધરણકુમાર મોટા સાથે સાથે, કુબેર જેટલી સંપત્તિ કમાઈને, નગરની બહાર ઉદ્યાન પાસે રોકાયા છે. ૧૦૦ હાથી અને ૨૦૦ અશ્વો છે સાર્થમાં. ૫00 બળદગાડાં છે અને ૧૦૦ સશસ્ત્ર સુભટો છે.”
તમે શીઘ એ શ્રેષ્ઠીપુત્ર ધરણકુમાર પાસે જાઓ અને કહો કે તે ત્યાં જ રોકાય. હું પોતે એનું સ્વાગત કરવા જઈશ, મહામંત્રીને કહો કે ધરણકુમારના સ્વાગતની તૈયારી કરે.”
સમગ્ર નગરમાં વાત પ્રસરી ગઈ કે ધરણકુમાર વિશાળ સાથે સાથે પાછા આવી ગયા છે. હજારો લોકો તેના સ્વાગત માટે નગરની બહાર પહોંચ્યા.
એ સમયે શ્રેષ્ઠી બંધુદત્ત અને શેઠાણી હારપ્રભા, મંદિરમાં પરમાત્મપૂજા કરી રહ્યાં હતાં એટલે તેમને પરણના આગમનના સમાચાર નહોતા મળ્યા. પ્રભાતે શેઠશેઠાણી એક પ્રહર સુધી, રજ પરમાત્માનું પૂજન કરતાં હતાં.
મહારાજા કાળમેથે ભવ્ય રાજકીય સન્માન સાથે, ધરણનો નગરપ્રવેશ કરાવ્યો. સ્વાગતયાત્રા રાજમહેલ પૂરી થઈ.
કુમાર, આજે સ્નાન-ભોજનાદિ અહીં રાજમહેલમાં કરીને, પછી તારે તારી હવેલીએ જવાનું છે.'
જેવી મહારાજાની આજ્ઞા.' લોકો સહુ પોત-પોતાના સ્થાને ચાલ્યા ગયા. રાજા ધરણની સાથે રાજમહેલમાં ગયો. સાર્થને રાજ્યના વિશાળ રાજવાડામાં ઉતારો આપ્યો. મહામંત્રીએ હાથી, ઘોડા અને ખચ્ચરો માટે ખોરાકની વ્યવસ્થા કરી દીધી. સૈનિકો અને નોકરી માટે ભોજનનો પ્રબંધ કરી દીધો.
રાજાએ ધરણને પોતાની સાથે ભોજન કરાવ્યું. ભોજન પછી શ્રેષ્ઠ વસ્ત્રાલંકારો ભેટ આપ્યાં. ધરો કહ્યું :
મહારાજા, આપનું સન્માન પામી, હું કૃતાર્થ થયો. હવે મારી એક પ્રાર્થના આપે સ્વીકારવાની કૃપા કરવી પડશે.” “શ્રેષ્ઠીપુત્ર, તારી પ્રાર્થના અવશ્ય સ્વીકારીશ.” તો, હું જે મારી સાથે ૧૦૦ હાથી લાવ્યો છું, એ ૧OO હાથીનો આપ સ્વીકાર કરો.” રાજાને અતિ આશ્ચર્ય થયું. ધરણની આવી ઉદારતા જોઈને, રાજા અતિ પ્રસન્ન થયો. છતાં વિવેક ખાતર કહ્યું :
ધરણ, હું ૨૧ હાથી રાખું.. બાકીના ભલે તારી પાસે રહે.” મહારાજા, હાથી રાજ દ્વારે જ શોભે. હું આપને ભેટ આપવા જ લાવ્યો છું.” ભલે તારો આગ્રહ છે તો હું રાખીશ.” ધરણ મહારાજાની આજ્ઞા લઈ, પોતાના ઘરે પહોંચ્યો. માતા-પિતા પુત્રને જોઈને, શ્રી સમરાદિત્ય મહાકથા
GAG
For Private And Personal Use Only