________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરા રાજમહેલે પહોંચ્યો. તેણે મહારાજાને પ્રણામ કર્યા. મહારાજાએ ધરણને પોતાની પાસે બેસાડ્યો. ઔપચારિક વાતો કર્યા પછી ધરણે પોતાનો નિર્ણય મહારાજાને જણાવ્યો :
“મહારાજા, મારું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. હું શીધ્ર સંસારવાસનો ત્યાગ કરી, સાધુજીવન સ્વીકારવા ચાહું છું. માટે આ મંત્રી મુદ્રા...”
ધરણ, તું કેવી વાત કરે છે? હું તો તારા લગ્નનો વિચાર કરું છું.... ને તું સાધુ બની જવાની વાત કરે છે! વત્સ, એવું કેવું દુઃખ તને આવી પડ્યું છે... કે તારે સાધુ બની જવું પડે?'
મહારાજા, આ સંસાર જ દુ:ખરૂપ છે. વિષયસુખો મને વિષસમાન લાગ્યા છે ને કષાયો ઝેરી નાગ જેવા સમજાયા છે. મને સંસારનાં કોઈ સુખની ઈચ્છા રહી નથી.
વિશેષમાં, અહીં “મલયસુંદર' ઉદ્યાનમાં બિરાજમાન આચાર્યદેવ અહંદુદત્તનું જીવનચરિત્ર ગઈ કાલે સાંભળીને... તો મારું મન તીવ્ર વૈરાગી બની ગયું છે.'
ધરણ, તું સાધુ બની જઈશ. તો તારાં માતા-પિતાને કેટલું દુઃખ થશે, એનો વિચાર કર્યો છે?'
“હે પૂજ્ય, મારાં માતા-પિતાએ પણ સાધુ-સાધ્વી બની જવાનો આજે નિર્ણય કર્યો છે. અમે ત્રણે દીક્ષા લઈશું.”
અહો!' બંધુદત્ત શ્રેષ્ઠી ચારિત્ર લેશે? ગજબ થઈ જશે...! કરોડોની સંપત્તિનો માલિક સાધુ બની જશે? ધન્ય છે તમને સહુને!' મહારાજાની આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. રાજમહેલમાં વાત ફેલાઈ ગઈ... રાજપરિવાર ભેગો થઈ ગયો. સર્વપ્રથમ તો કોઈને આ વાત ગમી નહીં. સહુનાં મન દુઃખી થયાં. પરંતુ ધરણે ચારિત્રધર્મની મહત્તા બતાવી, સાધુજીવનની ઉત્તમતા બતાવી અને પરલોકમાં સાધુજીવન જીવનારની સદ્ગતિ થાય છે.” આ વાત કરી, ત્યારે સહુનાં મનનું થોડું ઘણું સમાધાન થયું.
આ બધી વાતો ચાલતી હતી ત્યાં સેનાપતિ સિંહકુમાર આવ્યો. ધરણની સેવામાં રહેલો વીરેન્દ્ર આવ્યો, અને બીજા પણ રાજ્યના અધિકારીઓ આવ્યા. ‘ધરણ એનાં માતા-પિતા સાથે સાધુજીવન અંગીકાર કરે છે, જાણીને, એ સહુની આંખો ભીની થઈ ગઈ. દેવનંદી વગેરે ધરણના મિત્રો પણ સાધુ બનશે, એ જાણીને સહુને દુઃખદ આશ્ચર્ય થયું. સેનાપતિ સિંહકુમાર તો રડી જ પડ્યો...
મહામંત્રીજી, અમને છોડી ના જાઓ... તમારા વિના અમે અનાથ બની જઈશું. આ નગર, આ રાજ્ય, આ રાજ્યસભા. બધું જ સૂનું સૂનું બની જશે.. આપ અમારો ત્યાગ ના કરો...' - સિંહકુમાર, આ દુનિયામાં કોઈ સંયોગ શાશ્વત નથી હોતો. આપણે સ્વેચ્છાએ ગૃહવાસ નથી છોડતા, એ તો મૃત્યુ છોડાવે છે. સંયોગ વિયોગમાં પરિણમે છે... માટે દુઃખી ના થાઓ. ECS
ભાગ-૨ જ ભવ છઠો
For Private And Personal Use Only