________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે એક કરોડથી પણ વધારે ધન છે. વત્સ, તું તારા હાથે મહાદાન આપ. આપણે નગરમાં ઢંઢેરો પિટાવીને, મહાદાનની ઘોષણા કરાવીએ. દીન, અનાથ, અપંગ અને યાચક વગેરેને દાન આપી, એમની દરિદ્રતા દૂર કર.”
“પિતાજી, આપની ભાવના ઉત્તમ છે. મહાદાન આપવા પૂર્વે હું મહારાજાને મળી આવું. મારે મંત્રી મુદ્રા પાછી આપવાની છે. મહારાજાને આપણી સૌની ભાવના જણાવું.. પછી આપ નગરમાં મહાદાનની ઘોષણા કરાવજો.”
તારી વાત ઉચિત છે. આપણે એમ જ કરીશું.” “પિતાજી, મારી બીજી પણ એક ભાવના છે... મારી વિદેશયાત્રામાં મને ઘણી જ સહાય કરનારા, મારા પ્રાણોની રક્ષા કરનારા ત્રણ મિત્રોને મારે, દીક્ષા પ્રસંગે આમંત્રિત કરવા છે અને એમની મન ભરીને સેવા-ભક્તિ કરવી છે.” વત્સ, કોણ છે તેઓ?”
એક છે વિદ્યાધરકુમાર હેમકુંડલ, બીજો છે કિન્નરકુમાર સુલોચન અને ત્રીજો છે પલ્લીપતિ કાલસેન. મારા ઉપર આ ત્રણેના મોટા ઉપકારો છે...”
“વત્સ, એક ઉત્તમ પુરુષને તું ભૂલી જાય છે! તેં અમને એમના અંગે વાત પણ કરી હતી! ‘દેવપુરના ટોપશેઠ.” ધરણને યાદ આવી ગયા.
હા, એ જ! ટોપશેઠને તો ખાસ બોલાવવાના. સપરિવાર બોલાવવાના અને તેમને બોલાવવા હું આપણી પેઢીના મુખ્ય મુનિમજીને મોકલું છું. તું ટોપશેઠ ઉપર એક પત્ર લખી આપ.'
ટોપશેઠનું સ્મરણ થઈ આવતાં ધરણનું હૃદય ગદ્ગદ થઈ ગયું. તેણે કહ્યું : પિતાજી, હું કેવો ભુલકણો? મને આપના જેટલો જ સ્નેહ આપનારા... એ ટોપશેઠને આ પ્રસંગે બોલાવવા જ છે... અને તેઓ અવશ્ય અહીં આવશે... પરંતુ પિતાજી, વિદ્યાધરકુમારને અને કિન્નરકુમારને કેવી રીતે સંદેશો મોકલીશું?'ધરણ મૂંઝાયો.
“વત્સ, મને એક ઉપાય સૂઝે છે... તું આ વાત ગુરુદેવને કર. ગુરુદેવને વંદન કરવા. વિદ્યાધરો પણ આવતા હશે? એવો કોઈ વિદ્યાધર મળી જાય તો એના દ્વારા હેમકુંડલને સમાચાર મોક્લી શકાય.. અને હેમકુંડલ સુલોચનને સાથે લઈને જ આવે.”
પિતાજી, આપને સુયોગ્ય ઉપાય સૂઝયો. હું આવતી કાલે પ્રભાતે ગુરુદેવ પાસે જઈશ, ત્યારે આ વાત કરીશ...” “વત્સ, કાલે પ્રભાતે આપણે ત્રણે ગુરુદેવને વંદન કરવા જઈશું....”
બહુ સરસ! આપ બંને પણ ચારિત્રધર્મની અભિલાષાવાળાં બન્યાં છો.” એ જાણીને ગુરુદેવને પણ આનંદ થશે. આપ ગુરુદેવનાં દર્શન કરી આનંદિત થશો. કદાચ કાલે મહારાજા પણ ત્યાં પધારશે...'
૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા
૯૮૫
For Private And Personal Use Only