________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેષ્ઠીપુત્રો હજુ પહેલા પડાવ પર જ હતા. બંને સ્ત્રીઓને ત્યાં મોકલી આપી. સાથે દાસ-દાસી પણ મોકલ્યાં. પોત-પોતાના પતિને મળીને, બંને સ્ત્રીઓ રાજી થઈ. લક્ષ્મીનો રાજીપો માત્ર દેખાવનો હતો. એનો આશય જુદો જ હતો.
પહેલા મુકામ સુધી ધરણ અને દેવનંદી સાથે જ હતા. ત્યાંથી બંનેની દિશાઓ જુદી થઈ. ધરણ સાથે સાથે ઉત્તરાપથ તરફ આગળ વધ્યો.
૦ ૦ ૦ હર્યાભર્યા વનની વાટે સાથે ચાલ્યો જતો હતો. ધરણ વનની શોભા જોતો, ત્રણ દિશાઓમાં અવલોકન કરી રહ્યો હતો. ધરણે આ યાત્રામાં બે ધોડાની ગાડી પોતાના માટે પસંદ કરી હતી. ધરણની સાથે લક્ષ્મી બેસતી હતી. ઘોડાગાડી ધરણ પોતે જ ચલાવતો હતો. ક્યારેક લક્ષ્મી પણ અશ્વોની લગામ પોતાના હાથમાં લેતી હતી.
ધરણની નજર, વૃક્ષોની ઘટામાં રહેલા એક પુરુષ પર પડી. તેણે ગાડી ઊભી રાખી. એ પુરુષની મુખાકૃતિ સૌમ્ય અને સુંદર હતી... તે જાણે આકાશમાં ઊડવાનો પ્રયત્ન કરતો હોય એ રીતે ઊંચો-નીચો થઈ રહ્યો હતો. ધરણે વિચાર્યું : “આ યુવાન કોઈ મુશ્કેલીમાં દેખાય છે? એને મળું.” તે ગાડીમાંથી નીચે ઊતર્યો અને પેલા યુવાન પાસે ગયો. ધરણે પૂછ્યું :
હે યુવાન, પાંખ વિનાના ગરુડ-બચ્ચાની જેમ શા માટે ઊંચો-નીચો થાય છે? મને લાગે છે કે તું આકાશગમન કરવા ઈચ્છે છે.'
યુવાને કહ્યું : હે ભદ્ર, તારું અનુમાન સાચું છે. હુવૈતાઢ્ય પર્વત પર આવેલા અમરપુરનગરનો વિદ્યાધરકુમાર છું. મારું નામ “હેમકુંડલ' છે. હે મિત્ર, તારી સુંદર મુખાકૃતિ અને મધુર વાણી તારી ઉત્તમતા દર્શાવે છે. માટે હું તને મારી યથાર્થ સ્થિતિ કહું છું.
એક દિવસ મારા પિતાજીના પરમ મિત્ર વિદ્યુમ્માલી વિદ્યાધર અમારા મહેલમાં આવ્યા. તેઓ ઉદાસ અને ઉદ્વિગ્ન હતા. મારા પિતાજીએ એમના ખભા પર હાથ મૂકી પૂછ્યું : “મિત્ર, તારા મુખ પર આટલી બધી ઉદાસીનતા કેમ છે? ઉગ કેમ છે?”
વિદ્યુનાલીએ કહ્યું : 'હું વિધ્ય પ્રદેશથી રવાના થયો. વચ્ચે ઉજ્જયિની નગરી આવી. ત્યાંના રાજા શ્રીપ્રભ મારા પરમ આત્મીય મિત્ર છે. તેથી તેમને મળવા માટે ઉજ્જયિનીમાં ઊતર્યો. રાજમહેલમાં ગયો. મને જોઇને, રાજા શ્રીપ્રભ હર્ષથી મને ભેટી પડ્યો... અને મને કહ્યું : “વિદ્યુમ્માલી, તમે ખરા અવસરે જ આવી ગયા છો. હું અને મારો પરિવાર અકથ્ય વેદના અનુભવી રહ્યા છીએ.'
શાથી? એવી શી દુર્ઘટના બની?' પૂછયું.
મિત્ર, સાંભળો મારી દુઃખની વાત. તમે મારી પુત્રી જયશ્રીને તો જોઈ છે. કોંકણ દેશના રાજાએ એના પુત્ર શિશુપાલ માટે જયશ્રીની માગણી કરી હતી. પરંતુ મેં ના પાડી હતી. તે પછી વત્સદેશના રાજપુત્ર વિજયકુમાર સાથે જયશ્રીનો સંબંધ કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૮૫e
For Private And Personal Use Only