________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમારી સાથે જ ચાલો. વાત તમારી હાજરીમાં કરવાથી કાર્ય સરળ થશે.’ ધરણે અને દેવનંદીએ પોત-પોતાના રથ પાછા વાળ્યા, અને રસ્તો ખુલ્લો થઈ ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાજને ધરણના પિતા શ્રેષ્ઠી બંધુદત્તને બોલાવ્યા અને દેવનંદીના પિતા શ્રેષ્ઠી પંચનંદીને બોલાવ્યા. બંનેને, ધરણે મૂકેલી શરતની વાત કહી. તેઓએ પણ વાત માન્ય રાખી. મહાજને બંને શ્રેષ્ઠીઓને કહ્યું : ‘તમારે તમારા પુત્રોને કોઈ જાતની આર્થિક સહાય કરવાની નથી, એવી પ્રતિજ્ઞા કરો.’ બંને શ્રેષ્ઠીઓએ પ્રતિજ્ઞા કરી.
પછી ધરણ અને દેવનંદીએ કહ્યું : ‘મહાજન તમને બંનેને પાંચ-પાંચ લાખ સોનામહોરોની કિંમતનો માલ વેપાર કરવા આપે છે. તમારે વેપાર કરીને, આવતી મદન-ત્રયોદશી પહેલાં આવી જવાનું. જે વધારે કમાઈને આવશે, તેનો રથ પહેલો જઈ શકશે.’
મહાજને દસ્તાવેજ તૈયાર કર્યો, ધરણ અને દેવનંદીએ દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કર્યા. નગરશેઠે પોતાના હસ્તાક્ષર કર્યાં. પછી એ દસ્તાવેજ બંધ કરી, તેના પર મહાજનની મુદ્રા છાપી, તેને મહાજનની પેઢીમાં સુરક્ષિત મૂકી દીધો.
* ધરણે પોતાના સાથે સાથે, ઉત્તરાપથ તરફ પ્રયાણ કર્યું. ♦ દેવનંદીએ પોતાના સાર્થ સાથે, પૂર્વના દેશ તરફ પ્રયાણ કર્યું
ધરણનાં લગ્ન એ જ નગરના કાર્તિક શેઠની પુત્રી લક્ષ્મી સાથે કરવામાં આવ્યા હતા.
આ લક્ષ્મી એટલે રાજા વિજયનો જીવ. તેણે અસંખ્ય વર્ષ નરકમાં ઘોર દુઃખો સહ્યાં હતાં. તે પછી બીજી તિર્યંચ યોનિઓમાં ભયંકર ત્રાસ વેઠ્યા હતા. અગ્નિશર્માના ભવથી એ જીવે તીવ્ર કષાયનાં બીજ, પોતાના આત્મામાં વાવ્યાં હતાં. અહીં આ લક્ષ્મીના ભવમાં પણ, તે તીવ્ર કષાય લઈને જન્મી હતી.
લક્ષ્મી પોતાની ઈચ્છાથી ધરણને પરણી ન હતી. તેનાં માતા-પિતાની ઈચ્છાથી તેનાં ધરણ સાથે લગ્ન થયાં હતાં. જ્યારથી એણે ધરણને જોયો, ત્યારથી એના ચિત્તમાં ધરણ પ્રત્યે દ્વેષ પેદા થઈ ગયો હતો. છતાં એણે પોતાની દ્વેષ-વાસના પ્રગટ નહોતી કરી, બહારથી એ પ્રેમભર્યો વ્યવહાર કરતી હતી. જ્યારે ધરણ એને નિષ્કપટ હૃદયથી ચાહતો હતો. લક્ષ્મીના સ્નેહમાં એને કોઈ શંકા હતી નહીં. એ એમ સમજતો કે ‘જેવી રીતે હું લક્ષ્મીને ચાહું છું, તેવી રીતે લક્ષ્મી મને ચાહે છે.'
૮૫૮
લગ્ન થયા પછી, દિનપ્રતિદિન ધરણ પ્રત્યે લક્ષ્મીનો દ્વેષ વધતો જ ગયો... ધરણને મારી નાખવાના વિચારો સુધી. એ અરસામાં ધરણને એક વર્ષ માટે ૫૨દેશ જવાનું નક્કી થયું. પહેલાં તો ધરણ અને દેવનંદીની પત્નીઓને સાથે જવાનું ન હતું. પરંતુ પાછળથી મહાજને જ નક્કી કર્યું, બંનેની પત્નીઓને સાથે મોકલવાનું. બંને
ભાગ-૨ * ભવ છઠઠો
For Private And Personal Use Only