________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટા ઘરના યુવાનો છે. સમજાવવાથી સમજવાના નથી. એમને ઠપકો આપવો પડશે.’
નગરશેઠે, નગરજનોને બહુમાન્ય એવા ચાર પુરુષોને, એ બે યુવાનો પાસે મહાજનનો સંદેશો લઈને મોકલવાનો નિર્ણય કર્યો. એ સંદેશાવાહક પુરુષો મધુરભાષી હતા, શાન્ત સ્વભાવના અને ધાર્મિક પ્રકૃતિના હતા. પીઢ, ઠરેલ અને ધનવાન હતા.
“તે બે ખાનદાન યુવાનોને કહેજો કે મહાજને તમને ઠપકો આપ્યો છે. બાપદાદાની કમાણી અને સંપત્તિ ઉપર આટલું બધું અભિમાન કરો છો? તમારા બેમાંથી કોણે સ્વપુરુષાર્થથી ધનોપાર્જન કરી, દીન-અનાથોને દાન આપ્યું છે? તમે એવું તો કયું મોટું ધર્મકાર્ય કર્યું છે? અમને લાગે છે કે તમારાથી તમારાં માતા-પિતાને પણ સંતોષ નહીં હોય? ડાહ્યા માણસોને હસવું આવે એવી જીદ પકડીને, તમે ત્યાં રસ્તો રોકીને ઊભા છો... તમને શરમ આવવી જોઈએ. હવે, તમે વિવાદ બંધ કરો અને બંને જણ પોત-પોતાના રથ પાછા વાળો.”
મહાજનના ચાર વિચક્ષણ પ્રતિનિધિઓ નગરના દ્વારે પહોંચ્યા અને બંનેને મહાજનનો સંદેશો સંભળાવ્યો.
ધરણ અને દેવનંદીએ ઊભા થઈ, મહાજનના પ્રતિનિધિઓનો આદર કર્યો. દેવનંદીએ કહ્યું : “બહુ સારી વાત કરી આપે.” ધરણ મન રહ્યો. તેને સંદેશો ગમ્યો નહીં. અલબત્ત, ઠપકો સાંભળીને, એને શરમ જરૂર આવી.
દેવનંદીએ કહ્યું : “હે પૂજ્યો, મહાજન જે આજ્ઞા કરશે તે મને માન્ય રહેશે. હું મારા વર્તનથી શરમાઉં છું. મારી કાચી બુદ્ધિના કારણે, આવું અયોગ્ય વર્તન થઈ ગયું છે... હું મારો રથ પાછો વાળું છું.”
ધરણે કહ્યું : 'હું પણ મારા રથ પાછો વાળું છું. પરંતુ હમણાં મારો રથ નગરની બહાર જશે નહિ, અને દેવનંદીનો રથ નગરમાં પ્રવેશ કરશે નહિ. મારી એક શરત છે. અમે બંને કાલે જ પરદેશ જઈએ. આવતી મદન-ત્રયોદશી પૂર્વે જે વધારે ધનોપાર્જન કરીને આવે, તેનો રથ મદન-ત્રયોદશીના દિવસે પહેલો પ્રવેશ કરશે કે પહેલો બહાર નીકળશે.”
પ્રતિનિધિમંડળે કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર, આવું અભિમાન કરવું યોગ્ય નથી..” ધરણે કહ્યું : “એ સિવાય મારા મનને શાંતિ નહીં થાય.' પ્રતિનિધિઓએ કહ્યું : “જેમ મહાજન કહે તેમ કરો.' ધરણે કહ્યું : “મારી વાત તમે મહાજન સમક્ષ રજૂ કરો.'
દેવનંદીએ કહ્યું : “મને પણ ધરણની વાત ગમી. મહાજનને વાત કરો. એમાં શો વાંધો છે?'
“ભલે, અમે જઈને, મહાજનને વાત કરીએ છીએ. તમે રથ પાછા વાળો, પછી શ્રી સમરાદિત્ય મહાકથા
૮૫૭
For Private And Personal Use Only