________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨i,
ભાઇંદીનગરીમાં મદન-મહોત્સવ પ્રવર્તમાન હતો.
મદન-ત્રયોદશીનો દિવસ હતો. નગરની બહાર આવેલા “મલયસુંદર' ઉદ્યાનમાં યૌવન રમણે ચઢયું હતું. નગરના મુખ્ય પ્રવેશદ્વારે બે રથ સામસામા આવી ગયા હતા. શ્રેષ્ઠીપુત્ર ધરણ ઉદ્યાન તરફ જઈ રહ્યો હતો. શ્રેષ્ઠીપુત્ર દેવનંદી ઉદ્યાનમાંથી પાછો ફરી રહ્યો હતો. પ્રવેશદ્વારમાંથી એકસાથે એક જ રથ પસાર થઈ શકે એમ હતો.
દેવનંદીએ ધરણને કહ્યું : “ધરણ, તારો રથ પાછો લે, જેથી મારો રથ નગરમાં પ્રવેશી શકે.'
ધરણે દેવનંદીને કહ્યું : “દેવનંદી, તું તારો રથ પાછો વાળ, જેથી હું નગરની બહાર નીકળી શકે.'
દેવનંદી જરા અકડાઈને બોલ્યો : “ધરણ, શું હું તારાથી ઊતરતો છું કે જેથી પહેલા મારો રથ પાછો વાળું?”
ધરણે હસીને કહ્યું : “દેવનંદી, મારી પણ એ જ વાત છે. તું શું મને તારાથી ઊતરતો માને છે?'
બેમાંથી એકેય રથ પાછો વળતો નથી. નગરજનો નથી બહાર જઈ શકતા, નથી બહારથી અંદર આવી શકતા! મહોત્સવનો દિવસ હતો. પ્રવેશદ્વારની અંદર ને બહાર સેંકડો લોકો ભેગા થઈ ગયા. નગરજનો બંનેને સમજાવે છે, પણ બેમાંથી એકેય સમજવા તૈયાર નથી. વાત વટ ઉપર આવી ગઈ હતી. નગરજનો બંને શ્રેષ્ઠીપુત્રોને ઓળખતા હતા.
ધરણના પિતા બંધુદત્ત શ્રેષ્ઠી નગરના અગ્રગણ્ય શ્રીમંત શ્રેષ્ઠી હતા. દાનવીર હતા. સદાચારી હતા. લોકપ્રિય હતા. વિનીત અને વિનમ્ર હતા.
દેવનંદીના પિતા શ્રેષ્ઠી પંચનંદી નગરના મોટા વેપારી હતા. અઢળક સંપત્તિ હતી એમની પાસે. તેઓ પણ ઉદાર અને સચ્ચરિત્રી સજન પુરુષ હતા.
પ્રસિદ્ધ પિતાઓના પુત્રો પણ પ્રસિદ્ધ હતા. યુવાન હતા પરંતુ ઉદ્ધત ન હતા. વૈભવશાળી હતા છતાં અવિનીત ન હતા. પરાક્રમી હતા છતાં કોઈને રંજાડનારા ન હતા. બંને રૂપવાન, ગુણવાન અને પ્રભાવશાળી હતા.
પરંતુ આજે બંને આગ્રહી બની ગયા હતા. રથ પાછો લેતા ન હતા. નગરજનો મહાજન પાસે પહોંચ્યા. તાબડતોબ નગરશેઠની હવેલીમાં મહાજન ભેગું થયું. નગરજનોની વાત સાંભળી. નગરશેઠ ધવલકીર્તિએ કહ્યું : “ધરણ અને દેવનંદી બંન
ભાગ-૨ # ભવ છઠો
૮ug
For Private And Personal Use Only