________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામધૂમથી લગ્નોત્સવ ઊજવાઈ રહ્યો હતો ત્યારે કોંકણના રાજપુત્ર શિશુપાલે, આકાશમાર્ગે આવીને, રાજમાર્ગ પરથી જયશ્રીનું અપહરણ કર્યું. નગરમાં હાહાકાર થઈ ગયો. “રાજપુત્રીને કોઈ રાજકુમાર ઉપાડી ગયો... વિમાનમાં નાખીને લઈ ગયો... કોઈ બચાવો રાજકુમારીને...”
લગ્ન કરવા આવેલા વિજયકુમારે વાત સાંભળી. વાત સાંભળતાં જ એક હાથમાં ભાલો અને બીજા હાથમાં તલવાર લઈ વિમાનમાં આકાશમાર્ગે ઊડ્યો. તેણે શિશુપાલને પકડ્યો... જયશ્રીને તેણે કહ્યું : “હે પ્રિયે, હું આવી ગયો છું. તું રો નહીં. આ દુષ્ટને હિણી, તને લઈ જઈશ.'
શિશુપાલ અને વિજયકુમારનું આકાશમાં યુદ્ધ જામ્યું. વિજયકુમારે ભાલાનો ઘા કરી, શિશુપાલના કવચને વીંધી નાખ્યું. શિશુપાલે બરછીનો ઘા કર્યો. વિજયે વચ્ચેથી ઘાને નિષ્ફળ બનાવી દીધો... છલાંગ મારી, એ શિશુપાલના વિમાનમાં કૂદી પડ્યો. તલવારનો એક ઘા કરી, શિશુપાલનો એક હાથ કાપી નાખ્યો. જયશ્રીને કહ્યું : “તું મારા વિમાનમાં કૂદી પડ...” જ્યાં વિજયની દૃષ્ટિ જયશ્રી તરફ વળી કે શિશુપાલે વિજયના શરીર પર એક પછી એક ખગ્નના ત્રણ પ્રહાર કરી દીધા... વિજયના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. છતાં એણે હિંમત ના હારી, જેટલી તાકાત હતી, તે બધી ભેગી કરીને, તેણે શિશુપાલ પર તલવાર ઝીંકી દીધી. ડાબે ખભેથી કમરના જમણાં ભાગ સુધી શિશુપાલ ચિરાઈ ગયો. વિજય કૂદીને પોતાના વિમાનમાં આવી ગયો. જયશ્રીએ વિમાનને શીધ્ર ગતિથી, ઉજ્જયિની તરફ હંકારી દીધું.
તેઓ આવી તો ગયાં, પરંતુ વિજયના શરીર પર જે ઘા લાગ્યા છે, તે જોતાં ધ્રુજારી છૂટે છે. મને નથી લાગતું કે તે જીવે. બીજી બાજુ જયશ્રીએ પ્રતિજ્ઞા કરી છે કે - “તેઓ ભોજન નહીં કરે ત્યાં સુધી હું પણ ભોજન નહીં કરું. અને તે દન વદને, કુમાર વિજયના પલંગ પાસે બેઠી છે. અનેક ઔષધોપચારો થઈ રહ્યા છે...” આ મારા ઉગનું કારણ છે.”
વિદ્યુમ્માલી વિદ્યાધરે મારા પિતાજીને, પોતાના ઉદ્વેગનું કારણ કહ્યું. પિતાજીએ કહ્યું : “મિત્ર, આ સંસાર આવો જ છે. સંસારમાં કર્મો જીવોને નચાવે છે, માટે તું ખેદ ના કર.”
વિદ્યુમ્માલીએ કહ્યું : “હું જયશ્રીના દુઃખે દુઃખી છું... વિજયકુમારના દુઃખે દુઃખી છું... કોઈ ઉપાય મળી જાય... અને કુમાર બચી જાય... તો જયશ્રીનું સૌભાગ્ય અખંડ રહે.”
મિત્ર, તારી ભાવના સારી છે. બીજાઓનું દુઃખ દૂર કરવા, આપણે પ્રયત્ન પણ કરવો જોઈએ.”
પિતાજી સાથેની વિદ્યુમ્ભાલીની વાત હું સાંભળતો હતો. મારા હૃદયમાં પરાક્રમી વિજયકુમારને બચાવવાની ભાવના જાગી. હું આગલા દિવસે જ મારા મિત્ર ગંધર્વરતિને મળવા હિમાવાન પર્વત ઉપર ગયો હતો. જે ગુફામાં અમે બંને ઊભા હતા, ત્યાં
ભાગ-૨ # ભવ છછૂંદો
૮90
For Private And Personal Use Only