________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. સારસ-સારસીનાં ચાર જોડાં રહે છે. ખૂબ સુંદર અને મનોહર છે આ પક્ષીઓ વિલાસવતી તળાવની પાળ ઉપર જઈને બેઠી... હું તળાવની સામેની બાજુએ એક નાની ટેકરી ૫૨, કે જ્યાં દેવી કાલીનું નાનકડું મંદિર છે, ત્યાં જઈને ઊભી રહી. ત્યાંથી મને વિલાસવતી બરાબર દેખાતી હતી.
થોડી વાર તે ત્યાં બેઠી, પછી ઊઠીને તળાવનાં પગથિયાં ઊતરી, છેલ્લા પગથિયા પર બેસી ગઈ. તેણે બે પગ પાણીમાં મૂકી દીધા... રાજહંસી તરતી તરતી તેની પાસે આવી... કુમારી તેને પંપાળવા લાગી... પાછળ પાછળ રાજહંસ પણ આવી લાગ્યો... તેના માથે હાથ મૂકી તેને પણ કંઈ કહેવા લાગી. અવાજ મને સંભળાતો ન હતો, પરંતુ બોલવાની ચેષ્ટા દેખાતી હતી. લગભગ એક ઘટિકા ત્યાં વિતાવીને, એ તળાવમાંથી બહાર નકળી. ત્યાંથી એ નદી તરફના ઉપવન તરફ ચાલી. હું પણ ટેકરી પરથી ઊતરીને એની પાછળ થઈ ગઈ. ઘણી વાર એ પુષ્પો લેવા અને કાષ્ઠ લેવા ઉપવનમાં જતી હતી. ત્યાં લગભગ સો જેટલાં અશોકવૃક્ષોની ઘટા આવેલી છે. વચ્ચે વચ્ચે જુદાં જુદાં પુષ્પોની વેલોની જાળ ગૂંથાયેલી છે.
વિલાસવતી એક વૃક્ષની નીચે જઈને ઊભી રહી. હું એક કદલીવૃક્ષની પાછળ છુપાઈને ઊભી રહી. એટલું જ અંતર હતું કે હું એનો એક એક શબ્દ સાંભળી શકું. હું હજુ વિચારતી હતી કે એ શું કરે છે...? ત્યાં તો એનું રુદન સંભળાયું! એ રોવા લાગી. થોડી ક્ષણ પછી ગદ્ગદ સ્વરે એ બોલવા લાગી :
‘હે વનદેવીઓ, આ એ જ સ્થળ છે કે જ્યાં આર્યપુત્રે મને તાપસી માનીને વિનયપૂર્વક પ્રણામ કર્યા હતા... અને મને કહ્યું હતું - ‘ભગવતી, તમારો તપધર્મ વૃદ્ધિ પામો. હું શ્વેતામ્બીનગરીનો રહેવાસી છું. તામ્રલિપ્તી થઈને સિંહલદ્વીપ તરફ જતો હતો, સમુદ્રમાર્ગે અમારું વહાણ જતું હતું. મધદરિયે જહાજ ભાંગી ગયું... મારા હાથમાં પાટિયું આવી ગયું. પાટિયાના સહારે તરતો તરતો સમુદ્રના આ કિનારે આવ્યો છું. હે ભગવતી, આ કયો પ્રદેશ છે? આ દ્વીપનું નામ શું છે? તમારો આશ્રમ ક્યાં આવ્યો?’ મને તેઓએ પૂછ્યું હતું... પરંતુ હું ગભરાઈ ગઈ હતી... એટલે મેં એક પણ ઉત્તર ના આપ્યો...
ગભરામણ કરતાં વિશેષ તો મારા એ સાજનને જોતાં હું કામપરવશ થઈ ગઈ હતી અને શરમાઈ ગઈ હતી. તેથી હું બોલી જ શકી નહીં. મેં એમને ઓળખી લીધા હતા. એમણે મને ઓળખી ન હતી... કારણ કે હું આ તાપસીના વેષમાં હતી. એ ઊભા રહ્યાં ને હું આશ્રમ તરફ ચાલી. કે વનદેવીઓ, મેં તેમને જીવતા જોયા... છતાં હું એમને વળગી કેમ ના પડી? મેં એમની ઊપેક્ષા કેમ કરી? અમારું એ મિલન અણધાર્યું અને એકાંતમાં હતું... આ જ વનપ્રદેશમાં હતું. મેં અભાગણીએ એમની કુશળતા પણ ના પૂછી... એ મને ધારી ધારીને જોતા હતા... પરંતુ તેઓ મને તાપસી
૭૪ર
ભાગ-૨ ૪. ભવ પાંચમો
For Private And Personal Use Only