________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણીને, વધુ કંઈ ના બોલ્યા. તેઓને સ્વપ્નમાં પણ કલ્પના ના હોય કે “તાપસીના વેષમાં આ વિલાસવતી છે?'
પછી મેં એમને પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ના દેખાયા. મારા મનમાં પાર વિનાનું દુઃખ છે. મારી થઈ ગયેલી ભૂલનો ભારોભાર પશ્ચાત્તાપ છે... તેઓ મળ્યા.... ત્યારે મેળવી લીધા નહીં... હવે એમના મળ્યા વિના જીવવું દુષ્કર બની ગયું છે. હું મૂઢ છું. મૂર્ખ છું. મેં ખોવાયેલું રત્ન જડી જવા છતાં, લઈ લીધું નહીં... હવે મારે જીવવું જ નથી...
હે વનદેવીઓ, આર્યપુત્ર મને શોધતા અહીં આવે તો તેમને કહેજો કે તમે તાપસીના વેષમાં જોયેલી... એ તમારી વિલાસવતી જ હતી. તમને એણે ઓળખ્યા હતા... છતાં ભય... લજ્જા અને કામપરવશતાના કારણે તમને બોલાવ્યા નહીં... તમને જીવંત જોવા છતાં હર્ષ વ્યક્ત કર્યો નહીં.. તમને આલિંગન આપ્યું નહીં... તમારી ઉપેક્ષા કરી. તે ચાલી ગઈ. પાછળથી એણે તમને શોધ્યા.. પણ તમે મળ્યો નહીં... તમારી વિરહ સહેવો એના માટે અસહ્ય બની જવાથી, અહીં આ જ ભૂમિ પર એ આત્મહત્યા કરીને, મૃત્યુ પામી છે.
હે ઉપકારી વનદેવીઓ, મારી માતા સમાન, નિષ્કારણ વત્સલ તપસ્વિની મદનમંજરીને કહેજો કે તમારી પુત્રીએ લજ્જાવશે સાચી વાત તમને કહી નથી... તેના અપરાધોની ક્ષમા આપજો..”
મારી આંખમાંથી આંસુ વહે જતાં હતાં. મારું હૃદય ધક... ધક.. થતું હતું. હવે શું કરશે આ મુગ્ધા?” હું અધ્ધર શ્વાસે જોઈ રહી હતી. એણે એક વેલનો ફાંસો તૈયાર કર્યો. એક વૃક્ષની નીચે નમેલી બે ડાળીઓને બાંધ્યો, ફાંસો ગળામાં નાખ્યો. ત્યાં હું દોડી... “બચાવો, બચાવો,” ની બૂમો પાડતી, એની પાસે ગઈ. એના ગળામાંથી ફાંસો કાઢી લીધો... અને એને મેં મારા બાહુપાશમાં જકડી લીધી.
અરે, રાજકુમારી, આ તેં શું કર્યું? તું મને માતા માને છે ને? તો પછી મને પૂછ્યા વિના, તેં આ શું કરવા માંડ્યું હતું?”
“શું કરું ભગવતી? હવે મારાથી આર્યપુત્રનો વિરહ સહન નથી થતો.. આપને કહેતા મારી જીભ ઊપડી નહીં.'
“શું પુત્રી પોતાની માતાને, પોતાના મનની વાત ના કરી શકે? “ક્ષમા કરો.. મારી ભૂલ થઈ ગઈ...'
વત્સ, તપસ્વીઓ ક્ષમાશીલ હોય છે. તું ચિંતા ના કર, પણ મને કહે કે આ જગ્યા પર તને કોઈ અતિથિનાં દર્શન થયાં હતાં કે?”
માતા, તમે બધી વાત સાંભળી જ લીધી છે.” “મેં તને કહ્યું હતું કે કુલપતિએ તારું ભવિષ્ય, પોતાના જ્ઞાનના પ્રકાશમાં જોયું છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only