________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I[૧0૮HI
બીજા દિવસે, સવારથી મેં એની એક એક પ્રવૃત્તિ પર નજર રાખવા માંડી. એણે નિદ્રાત્યાગ કર્યો. આંખો બંધ કરી દેવગુરુનું સ્મરણ કર્યું. મારી પાસે આવીને મને પ્રણામ કર્યા અને તે કુટિરમાંથી બહાર નીકળી ગઈ. કુટિરના દ્વાર પર ઊભી ઊભી હું જોવા લાગી કે એ ક્યાં જાય છે. આશ્રમનું વાતાવરણ રમણીય છે. એક બાજુ પૂજ્ય કુલપતિની બહુ મોટી નહીં ને બહુ નાની નહીં તેવી કુટિર છે. તેનો બહારનો ચોક ગોબરથી લીધેલો છે અને એના પર માધવીલતા પથરાયેલી છે. ત્રણ બાજુ આસોપાલવનાં ત્રણ ત્રણ વૃક્ષો છે. કુલપતિને બેસવા માટે એક મોટું કાષ્ઠાન મૂકવામાં આવેલું છે. કુટિરના અત્યંતર ભાગમાં સાધનાકક્ષ આવેલો છે. ક્યારેક કુલપતિ ત્રણ ત્રણ દિવસ સુધી એ સાધનાકક્ષમાંથી બહાર નથી નીકળતા. આહારપાણીનો સર્વથા ત્યાગ કરી દે છે. સાધનાકક્ષની બાજુમાં એક મંત્રણાકક્ષ છે. તેમાં ચાર કાષ્ઠાનો મૂકવામાં આવેલાં છે. બહારગામથી આવનારા રાજા-મહારાજાઓ અને શ્રેષ્ઠીઓને કુલપતિ એ કક્ષમાં મળે છે.
મંત્રણાકક્ષની પાછળ નાનકડો શયનખંડ આવેલો છે. ત્યાં કુલપતિ એકલા શયન કરે છે. શયનકક્ષની પાછળ એક વાડો છે. ત્યાં ઉત્તમ કક્ષાની ચાર ગાયો બાંધવામાં આવી છે. ખૂબ સ્વચ્છ જગ્યા છે એ. એ વાડાની પાછળ કદલીવૃક્ષોની મોટી પંક્તિ છે. તેની સામે આમ્રવૃક્ષોની પંક્તિ છે.
કુલપતિની કુટિરની સામે એક મોટો ચોક છે. ચોકની ઉત્તર દિશામાં સોપારીના સેંકડો વૃક્ષો આવેલાં છે. વિલાસવતી એ દિશામાં ગઈ. એ ઊંડી દૂર ગઈ એટલે હું કુટિરમાંથી બહાર નીકળી, એક અશોકવૃક્ષની પાછળ જઈને ઊભી રહી. એક સોપારીના વૃક્ષની સામે એ ઊભી રહી હતી. એ વૃક્ષને “નાગવલ્લી'ની વેલ વીંટળાઈ ગયેલી હતી. આવું દશ્ય કામી-વિલાસી સ્ત્રીપુરુષો પોતાની દૃષ્ટિથી જોતાં હોય છે.
એ ત્યાં ઊભી હતી, ત્યાં એનાં પાળેલાં હરણનાં બે બચ્ચાં એની ચારે બાજું કૂદવા માંડ્યાં. વિલાસવતીએ એ બંને બચ્ચાઓને ઊપાડી લીધાં. છાતીએ લગાડ્યાં... અને પ્રેમ કરવા લાગી... થોડી વાર બચ્ચાઓને રમાડીને તેણે છૂટાં મૂકી દીધાં. તે આગળ વધી. હું પણ, એ મને ના જોઈ જાય એ રીતે આગળ વધી. એ તળાવની પાળે પહોંચી. આશ્રમનું આ તળાવ, આશ્રમની શોભા છે! એમાં સ્વચ્છ જળ છે. આ તળાવની ચારે બાજુ જાસુદના મોટા મોટા છોડ છે. લાલ લાલ જાસુદની છાયા તળાવના પાણીને પણ લાલ રંગે રંગી નાખે છે. ચારે દિશામાં વીશ વીશ પગથિયાં છે તળાવમાં ઊતરવા માટે. આ તળાવમાં હમેશાં રાજહંસ-રાજહંસીનાં બે જોડાં રહે
શ્રી સમરાદિત્ય મહાકથા
૭૪૧
For Private And Personal Use Only