________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ્રવૃક્ષોની પંક્તિ છે, ત્યાં ગઈ. બાજુમાં આવેલા સરોવરમાં હંસયુગલો અને સારસયુગલની ક્રિીડા જોવામાં લીન બની.
બીજા દિવસે મેં એને કહ્યું : “વત્સ, પુષ્પો લેવા જવાનો સમય થઈ ગયો છે...' ત્યારે તેણે કહ્યું : “આજે હું પુષ્પો લેવા નહીં જાઉં.. મને અસ્વસ્થતા લાગે છે...' મેં આગ્રહ ના કર્યો. મેં એને બીજું કામ બતાવ્યું: ‘બેટી, આજે ભોજનગૃહમાં અતિથિઓનો સત્કાર તું કરીશ કે?'
તે બોલી : “મને એ કામ નહીં ફાવે. મેં ક્યારેય એવું કામ કરેલું નથી.” જ તેણીએ દેવીપૂજા છોડી દીધી. છે પુષ્પો લેવા જવાનું બંધ કર્યું. જ અતિથિઓનો સત્કાર કરવાનું બંધ કર્યું...
પહેલાં આ બધું એ કરતી હતી. મારી પાસે બેસીને વાર્તાલાપ કરવાનું પણ એ ટાળવા લાગી. મને એનામાં અચાનક આવેલા પરિવર્તનનું કારણ ના સમજાયું.
જ્યારે હું દેવપૂજામાં હોઉં ત્યારે એ વિદ્યાધર-યુગલોનાં ચિત્રો બનાવવા લાગી! સારસ-સારસીનાં અને મોર-ઢેલનાં ચિત્રો બનાવવા લાગી.
એકાંતમાં એ શરીરનાં અંગમરોડ કરવા લાગી. છૂપી રીતે હું એની બદલાયેલી પ્રવૃત્તિઓ જોવા લાગી. અલબત્ત, મને એમાં કોઈ આશ્ચર્ય ના લાગ્યું. હું સમજું છું કે યૌવનમાં આવું બધું સ્વાભાવિક હોય છે. આ તો અનાયાસ આશ્રમમાં આવી ચઢી છે! એણે કોઈ વ્રત લીધાં નથી. માત્ર વેષ તાપસીનો પહેર્યો છે. એટલું જ! એટલે એની પાસેથી મારી કોઈ વિશેષ અપેક્ષાઓ પણ નથી.
ખરેખર, યૌવનનો મદ ગજબ હોય છે. મદમાંથી મદન જન્મે છે અને મદનના આવેગો... ભિન્ન ભિન્ન વિલાસો કરાવે છે. આ સ્થિતિમાં નિર્વિકાર યૌવનને અવકાશ જ નથી હોતો. હે કુમાર, ત્રણ ભુવનમાં એવો કોઈ જીવ નહીં જડે કે જે યૌવનમાં વિકારરહિત હોય. ઓછા-વત્તા પ્રમાણમાં વાસના જાગ્રત થતી જ હોય છે.
એક ટ્રેક અંક
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only