________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજપુત્રી, ઉપકાર બધો કુલપતિજીનો છે...” “પહેલો ઉપકાર આપનો... સમુદ્રમાંથી બહાર કાઢી મને નવું જીવન આપે આપ્યું છે.. આપ મારી “માતા” બન્યાં છો. આપ હવે મને રાજકુમારી ના કહેશો... રાજપુત્રી ના કહેશો... મને “પુત્રી' કહો... “બેટી' કહો...... મારી આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. મારા હૃદયમાં એના પ્રત્યે વાત્સલ્યનો દરિયો ઘૂઘવવા લાગ્યો.
૦ ૦ ૦ એક દિવસની વાત છે.
અમારા કુલપતિ, તેઓના ધર્મબંધુના દર્શન કરવા સિદ્ધપર્વત ઉપર ગયા હતા. સાત-આઠ દિવસો પછી પાછા આવવાના હતા. એ દરમિયાન વિલાસવતી એક દિવસ પુષ્પો અને કાષ્ઠ વગેરે લેવા ઉપવનમાં ગઈ હતી. એને આવવામાં વિલંબ થયો. મને ચિંતા થવા લાગી. હું એના માર્ગમાં જઈને ઊભી રહી.... એને આવતી મેં જોઈ. એ વારંવાર પાછળ જોતી હતી. એ મારી પાસે આવી પહોંચી. એણે મને એની મોટી મોટી આંખોથી જોઈ... એની આંખો ભીની હતી. ગાલ પર અશ્રુબિંદુઓ હતાં. તેના શરીરે પરસેવો વળી ગયેલો હતો. તેના ચિત્તમાં અરતિ હતી. મેં એના ગાલ લૂછી નાખ્યા. એના હાથમાંથી પુષ્પોની છાબડી લઈ લીધી. અમે અમારી કુટિરમાં આવ્યા. તેણે કાષ્ઠાદિ સામગ્રી યોગ્ય સ્થાને મૂકી.
મેં એને પ્રેમથી પૂછ્યું : “બેટી, આજે તને શું થયું છે?
તેણીએ મારી સામે જોયું. આંખોમાં ફરી આંસું ઊભરાયાં, એ મારી છાતીમાં માથું નાખીને રડવા લાગી.. રડતાં રડતાં બોલી :
આજે મને મારા સ્વજનો યાદ આવ્યાં...” “પુત્રી, શોક ના કર. કુલપતિને આવવા દે. તેઓ તને તારાં સ્વજનો પાસે લઈ જશે! તું જાણે છે ને કે તેઓ આકાશમાર્ગે ગમનાગમન કરી શકે છે. મને તેઓ આકાશમાર્ગે જ અહીં લઈ આવ્યાં હતા ને! તને તેઓ તારા નગરમાં પહોંચાડી દેશે..”
તેણીએ મારી સામે જોયું. મારા મુખ પર તેનો કોમળ હાથ મૂકીને બોલી : “મારી વહાલી માતા, તમને છોડીને મારે ક્યાંય જવું નથી... હું અહીં જ રહીશ... આ તો સામાન્ય સ્મૃતિ થઈ આવી... હૃદય ભરાઈ આવ્યું.. ને આંસુ આવી ગયાં...'
ભલે, હવે તું સ્નાન કરી લે, પછી આપણે દેવપૂજા કરીએ...” તેણીએ કહ્યું : ભગવતી, આજે હું શ્રમિત છું. આજે દેવપૂજા ના કરું તો?”
ભલે, વિશ્રામ કર.' હું દેવપૂજા માટે ગઈ. એ આશ્રમના પૂર્વ ભાગમાં કે જ્યાં
શ્રી સમરાદિત્ય મહાકથા
છ3c
For Private And Personal Use Only