________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'ECT
સૂર્ય જેવા તેજસ્વી, ચન્દ્ર જેવા સૌમ્ય. જે સમુદ્ર જેવા ગંભીર, રત્ન જેવા મૂલ્યવાન.
કામદેવ જેવા આકર્ષક, સ્વર્ગ જેવા મનોહર અને મોક્ષ જેવા અનુપમ
આચાર્ય શ્રી સનકુમારને જોઈ કુમાર જયકુમાર, ચંદ્રોદય ઉદ્યાનમાં સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો. અનિમેષ નયને મુનીશ્વરને અને સહવર્તી નિવૃંદને જોતો રહ્યો. મુનીશ્વર સનકુમાર યૌવનવયમાં હતા.
મને લાગે છે કે આ મહાપુરુષન સંસારમાં બધી જ ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે! એ જે ઇચ્છે, એ બધાં વૈષયિક સુખો એમને મળી શકે. એવું ભાગ્ય દેખાય છે. સૌભાગ્ય જણાય છે! તો પછી આ સાધુ કેમ બની ગયા હશે? કોઈ કારણ તો હશે જ સાધુ બનવામાં, કારણ વિના કાર્ય ના બને. હું એમની પાસે જઈને પૂછું! તેઓ મને કારણ જરૂર બતાવશે... વૈરાગી, મહાપુરુષોને કશું છુપાવવાનું હોતું નથી...”
આ હતો કાકન્વીનગરીના મહારાજા સૂરજનો અને મહારાણી લીલાવતીનો લાડકવાયો રાજપુત્ર જયકુમાર.
આ જયકુમારની બીજી મહત્ત્વની ઓળખાણ કરાવું! ધનમુનિ ધનકુમાર) ભડભડતી આગમાં કાળધર્મ પામી, મહાશુક નામના દેવલોકમાં દેવ થયાં હતા, તેઓ અસંખ્ય વર્ષ દેવલોકનાં દિવ્ય સુખો ભોગવી, આયુષ્ય પૂર્ણ થતાં, માતા લીલાવતીની કૂખે આવ્યા. તેમનું નામ જયકુમાર પાડવામાં આવ્યું.
જયકુમાર સૌમ્ય પ્રકૃત્તિનો હતો. અનેક કળાઓમાં વિશારદ બન્યો હતો, છતાં તે અવિનીત કે અવિવેકી બન્યો ન હતો. તે લોકપ્રિય રાજકુમાર હતો. તેનું આચરણ તો સજ્જનોને ઉચિત હતું જ, તેના વિચારો પણ જ્ઞાની પુરુષસદુશ હતા. રાજકુળમાં જન્મ થવા છતાં એને રાજમદ ન હતો. તેનામાં અભિમાન ન હતું.
જયકુમારને એક નાનો ભાઈ હતો. તેનું નામ હતું વિજયકુમાર, જયકુમારની પ્રકૃતિથી વિપરિત પ્રકૃતિનો હતો. તે ઉદ્ધત, અવિનીત અને અવિવેકી હતો. માયાવી અને કપટી હતો. પ્રજાને ત્રાસ પમાડનારો હતો, ઉન્મત્ત અને અહંકારી હતો... રાજા સૂરતેજને એ જરાય ગમતો ન હતો, પરંતુ જયકુમારને નાના ભાઈ ઉપર ઘણું હેત હતું. રાણીને પણ નાના પુત્ર પર ઘણો રાગ હતો. એટલે ઘણી વાતોમાં મહારાજા મૌન રહેતા. પરિણામે વિજયકુમાર વધારે ને વધારે સ્વછંદી બનતો ચાલ્યો હતો. છતાં મહારાજાએ મહામંત્રી દ્વારા વિજયકુમાર પર અનુશાસન કરેલું હતું. મહામંત્રી
ભાગ-૨ # ભવ પાંચમો
600
For Private And Personal Use Only