________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતું.. વિચાર્યું : “આજે વિલાસવતીને આશ્ચર્ય પમાડું. એ મને નહીં જુએ.... એટલે આસપાસ દોડાદોડ કરી મૂકશે.. મને શોધવા માટે. થોડી દોડધામ કરાવું.' મેં ધીરેથી કમર પર બાંધેલું એ વસ્ત્ર ખોલ્યું. જમીન પર પાથર્યું. અને એક ક્ષણમાં ઓઢી લીધું. હું એને જોતો હતો, એ મને જોઈ શકતી ન હતી. અચાનક તેણે, જ્યાં હું બેઠો હતો ત્યાં દૃષ્ટિ નાખી.. હું ના દેખાયો. એટલે તરત જ ફુલોની છાબડી, લઈ, દોડતી ત્યાં આવી. આસપાસ જોયું... હું ના દેખાયો. એ ગભરાણી... એની આંખો ભીની થઈ. મુખ પર ગ્લાનિ પથરાઈ ગઈ.. ફૂલોની છાબડી જમીન પર મૂકી
સ્વામીનાથ.. સ્વામીનાથ...' ના પોકારો કરતી એક વૃક્ષની પાછળ જોઈ આવી. એણે એમ માનેલું કે હું કોઈ વૃક્ષની પાછળ છુપાઈ ગયો હોઈશ. જ્યારે હું ના મળ્યો.. તે રડી પડી... ને ધબ કરતી જમીન પર પડી, મૂચ્છિત થઈ ગઈ...
જેવી એ જમીન પર પડી, મેં “નયનમોહન વસ્ત્રને ભેગું કરી લીધું, કમરે બાંધી દીધું અને વિલાસવતી પાસે દોડી ગયો. એ મૂચ્છિત થઈને પડી હતી. હું તરત જ પાસેના “કુમુદાલય' નામના સરોવરમાંથી પાણી લઈ આવ્યો અને એના મુખ પર, આંખો પર છાંટવા માંડ્યો. જલસિચનથી અને શીતલ પવનથી એની મૂચ્છ દૂર થઈ. એણે ધીરે ધીરે આંખો ખોલી, મને જોયો.... અને મને એના બાહુપાશમાં જકડી લીધો.
“ક્યાં ચાલ્યાં ગયા હતા આપ?' એની મોટી મોટી આંખોમાં હજુ આંસુ તગતગતાં હતાં.
આપની વાત ના માની, એટલે રિસાઈ ગયા હતાં?” હું હસી પડ્યો.
આપને શું ખબર પડે...? એક ક્ષણ પણ આપને નથી જોતી... તો મારું હૃદય ગભરાઈ જાય છે. હું વિહ્વળ બની જાઉં છું. કહો, હવે આ રીતે મારા પર રિસાઈ નહીં જાઓ ને?”
હું હસતો જ રહ્યો, એટલે એને શંકા પડી. તેણે પૂછ્યું : “શું વાત છે? મને નહીં કહો? એક ક્ષણ પહેલાં મેં તમને જોયા અને બીજી ક્ષણે આપ અદશ્ય થઈ ગયા.'
હું જાણતો નથી. હું અહીં જ હતો, ક્યાંય ગયો ન હતો.'
અહીં હો તો મને કેમ ના દેખાઓ? અને મેં આટલી બધી બૂમો પાડી હતી - સ્વામીનાથ. સ્વામીનાથ.” તે કેમ ના સાંભળી?” સાંભળી હતી.” છતાં બોલ્યા નહીં? તને ગભરાયેલી... શોધતી... દોડતી જોવી હતી.'
gug
|
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only