________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ આપ મને દેખાયા કેમ નહીં, એ મારે જાણવું છે..”
મેં કમરેથી ખોલીને, “નયનમોહન” વસ્ત્ર બતાવ્યું, અને કહ્યું : “આ વસ્ત્ર ઓઢી લઈએ, એટલે આપણને કોઈ જોઈ શકે નહીં, એવો આ વસ્ત્રનો પ્રભાવ છે.”
તેણે વસ્ત્રને હાથમાં લઈને જોયું અને પૂછ્યું : “નાથ, આ વસ્ત્ર આપની પાસે ક્યાંથી આવ્યું? કોણે આપ્યું?'
આપણે માર્ગમાં વાત કરીશું. આશ્રમમાં પહોંચવાનો સમય થઈ ગયો છે. તપસ્વિની માતા રાહ જોતાં હશે...'
મેં વસ્ત્ર લઈને મારી કમરે બાંધી લઈને કહ્યું : “વિલાસ, આ વાત ગુપ્ત રાખવાની. કોઈનેય કહેવાની નહીં.”
અમે પુષ્પ, ફળ, કાષ્ઠ વગેરે લઈને, આશ્રમ તરફ ચાલ્યાં. માર્ગમાં મેં મારા મિત્ર મનોરથદત્તની વાત કરી, એને કેવી રીતે આ વસ્ત્ર મળ્યું તેની પણ વાત કરી. એ આશ્ચર્યના મહાસાગરમાં ડૂબી ગઈ. તેણે મને કહ્યું :
સ્વામીનાથ, તમારા એક એકથી ચઢે એવા મિત્રો છે, આવી દિવ્ય વસ્તુ દેવીએ સ્વયં જેને આપી હોય, તે વસ્તુ એ પોતાના મિત્રને આપી દે... એ નાનીસૂની વાત ના કહેવાય.”
ખરેખર, મનોરથદત્ત તો મનોરથદત્ત જ છે. એણે અમારા બંનેની કેવી સારસંભાળ રાખી હતી? જોકે અમારી દોસ્તી બાલ્યકાળની જ હતી. યુવાન બન્યા પછી એ એના વેપાર-ધંધામાં પડ્યો હતો. એટલે પાંચ-સાત વર્ષથી એ મને મળ્યો પણ ન હતો. છતાં હૃદયમાં પડેલો મૈત્રીભાવ, એક-બીજાને જોતાં જ ઊછળી આવ્યો હતો.”
“દુનિયામાં મિત્રો ઘણા હોય, નિઃસ્વાર્થ મિત્રો પણ હોય, છતાં પોતાની દેવી.. પ્રભાવશાળી.. અને અમૂલ્ય વસ્તુ મિત્રને આપી દેવી.... એ વાત અદ્ભુત છે. સ્વામીનાથ આપના એ મિત્રનાં ક્યારેક દર્શન કરાવશો?'
એ શ્વેતામ્બીનો જ છે. આપણે જ્યારે શ્વેતામ્બી જઈશું ત્યારે એ મળશે.
મોડું તો થઈ જ ગયું હતું.
પરંતુ આજે તપસ્વિની માતા, કુલપતિનાં સાન્નિધ્યમાં હતાં અને આશ્રમની ચર્ચામાં હતાં એટલે અમે સીધા જ કુટિરમાં ગયાં. પુષ્પ-ફળાદિ યોગ્ય સ્થાને મૂકી, જલપાન કરી હું બહાર નીકળ્યો. વિલાસવતીએ શય્યામાં લંબાવી દીધું.
એક ઘટિકા પછી તપસ્વિની કુટિરમાં આવ્યાં. વિલાસવતી ઊંધી ગઈ હતી. હું બહાર હતો. તેમણે વિલાસવતીને જગાડી.
આજે મને કુલપતિ પાસે વિલંબ થઈ ગયો... ચાલો, હવે આપણે ભોજન કરી લઈએ.”
બે તાપસકન્યાઓ કુટિરમાં જ ભોજનસામગ્રી લઈ આવી. શ્રી સમસદિત્ય મહાકથા
છાપ૭
For Private And Personal Use Only