________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર ક્યાં ગયા છે?' તપસ્વિનીએ વિલાસવતીને પૂછ્યું. ત્યાં જ હું કુટિરમાં પ્રવેશ્યો.’ આવી ગયો છું, ભગવતી.”
અમે ત્રણેએ ભોજન કરી લીધું. કોઈ કંઈ બોલ્યું નહીં. અમે ત્રણે પોત-પોતાના વિચારોમાં ખોવાયેલા હતાં.
તપસ્વિની કુલપતિના અને આશ્રમના વિચારોમાં. હું મિત્ર વસુભૂતિના અને વિલાસવતી, નયનમોહન' વસ્ત્રના તથા મનોરથદત્તના. ભોજન પૂર્ણ થયા પછી તપસ્વિનીએ વિલાસવતીને પૂછ્યું : “વત્સ, આજે ગંભીર વિચારમાં ડૂબી ગઈ છે. કંઈ?” વિલાસવતી મૌન રહી.
કેમ, મને કહેવાની વાત નથી? તો કુમારને કહેજે, પણ આવા ગંભીર ના રહેવાનું. તું હસતી-ખીલતી હોય તો બહુ ગમે છે. ગંભીર જોઉં છું તને, ને મને ચિંતા થાય છે.”
આપને દુઃખ થાય એવી વાત છે. સાથે સાથે મને પણ દુઃખ થાય છે.. 'વિલાસવતી બોલી. મને કંઈ સમજાયું નહીં.. કે એ શું કહેવા માગે છે?
કહે, મને દુઃખ નહીં લાગે, અને લાગશે તો સહી લઈશ.” માતા, હવે ઘરે જવાની.. વતનમાં જવાની ઇચ્છા જાગી છે.' બીજી બાજુ આશ્રમ અને આપને છોડી જવાની કલ્પના પણ મને ધ્રુજાવી નાખે છે... શું કરો? વિલાસવતીની વાત સાંભળીને, મને આશ્ચર્ય થયું.
બેટી, વતન જવાનું જ છે. પરંતુ હજુ વાર છે. ઉતાવળ નથી કરવાની. હજુ થોડા દિવસ અહીં જ રહો. કુમારને આવે હજુ કેટલા દિવસ થયા છે? એમને અહીં ગમી ગયું છે...'
મેં કહ્યું : “ભગવતી, સાચી વાત છે. મને અહીં ગમી ગયું છે. હજુ અહીં રહેવું છે... આવી નિસર્ગની દુનિયા ફરી ફરી નથી મળતી... આપ જ્યારે અનુમતિ આપશો ત્યારે જ અમે અહીંથી પ્રયાણ કરીશું.” ‘કુમાર, તમને બંનેને હું કેવી રીતે અનુમતિ આપી શકીશ?”
મારા હૃદયની વાત હું જ જાણું છું. કુમાર, વૈરાગી હોવા છતાં તમારા બંને સાથે હું રાગથી બંધાઈ ગઈ છું. અને રાગનું બંધન ઘણું કઠોર હોય છે. તમારો વિયોગ મારાથી કેવી રીતે સહન થશે?”
“ના, ના, મા-ભગવતી, મારે નથી જવું ક્યાંય, આપને છોડીને..” વિલાસવતી તપસ્વિનીને વળગીને રોવા લાગી. મેં કુટિરમાંથી બહાર નીકળી, મારી આંખો લૂછી નાખી.
છે કે એક
૭પ૮
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only