________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|૧૧૧]
અમારા દિવસ આશ્રમમાં પસાર થતો હતો અને રાત્રિ સુંદરવનમાં પસાર થતી હતી. સુખમાં અને આનંદમાં દિવસ-રાત પસાર થતા, ખબર નથી પડતી કે કેટલો સમય પસાર થયો. બે મહિનાથી પણ અધિક સમય પસાર થઈ ગયો હતો. મારા મનમાં મિત્ર વસુભૂતિની સ્મૃતિ આવ્યા કરતી હતી. એ પણ નક્કી હતું કે આ આશ્રમમાં એ મળવાનો ન હતો. ‘હવે અમારે અહીંથી નીકળવું જોઈએ.” એમ મનમાં થયા કરતું હતું.
એક દિવસ મેં વિલાસવતીને કહ્યું : “હવે આપણે અહીંથી સ્વદેશ જવા પ્રયાણ કરીએ.” તેણે કહ્યું : “જેવી આપની ઈચ્છા. હું તૈયાર છું.”
પરંતુ તપસ્વિની ભગવતીની આજ્ઞા લેવી પડશે ને?' લેવી જ પડશે.”
એ કામ તારે કરવાનું છે. ક્યારે ને ક્યારે અહીંથી જવાનું તો છે જ. જ્યારે આપણે નીકળીશું ત્યારે તેમને દુઃખ થવાનું છે, વિરહનું... જુદા પડવાનું દુઃખ જેમ તેમને થવાનું છે, તેમ આપણને પણ થવાનું છે. છતાં જવાનું તો નક્કી જ છે. આ વાત તેઓ જાણે છે. અને એ માટે તેઓએ માનસિક તૈયારી કરી પણ લીધી હશે. છેવટે તેઓ સંન્યાસિની છે. વિરક્ત આત્મા છે.”
આપની વાત સાચી છે, સ્વામીનાથ, હું આજકાલમાં જ તેઓની અનુમતિ માગું છું.” “અનુમતિ મળ્યા પછી, આપણે સમુદ્રકિનારે જવું પડશે. આ દ્વીપના કિનારે, મોટા ભાગે કોઈ વહાણ આવતું નથી, એટલે આપણે આપત્તિગ્રસ્ત વહાણનો ધ્વજ રોપવો પડશે. દૂરથી પસાર થતું કોઈ વહાણ આ ધ્વજને જોઈને, આ કિનારે આવશે. આપણે એ વહાણમાં બેસીને, આગળ વધવું પડશે... કદાચ આ માટે આપણે કિનારે બે-ત્રણ દિવસ પણ પસાર કરવા પડે.. અને કદાચ એક દિવસમાં પણ કામ થઈ
જાય.”
એટલે આપણે એ વહાણમાં શ્વેતામ્બી જવાનું?'
જો એ વહાણ શ્વેતામ્બી જવાનું હોય... તો તો બરાબર, નહીંતર એ વહાણ જે બંદરે જતું હશે ત્યાં જવાનું અને ત્યાંથી, શ્વેતાંબી જતાં જહાજમાં બેસવાનું. એક વાર આપણે કોઈ બંદરે પહોંચવું પડશે.”
વિલાસવતીએ તપસ્વિની માતાને સંકોચ સાથે વાત કરી :
શ્રી સમરાદિત્ય મહાકથા
૭પ
For Private And Personal Use Only